સમરોલીમાં ડામર ભરેલું ટેન્કર પલટતાં ટ્રાફિકજામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હાઈવે ઓથોરિટીએ ડામરની સાફસફાઈ હાથ ધરી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો

ચીખલી નેશનલ હાઈવે નં.૮ પર સમરોલી કાળાપુલ પાસે રાત્રિના સમયે ડામર ભરેલું ટેન્કર ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી ગયું હતુ. ટેન્કરક પલટી મારી જતાં લાખો રૂપિયાનો ડામર ધોળાઈ જવા સાથે ટેન્કરને પણ નુકશાન થયું હતું. ડામર હાઈવે પર રેલાતા વાહનવ્યહારને અસર થઈ હતી. હાઈવે ઓથોરિટી દ્વારા ડામરની સાફસફાઈ હાથ ધરી વાહન વ્યવહાર ચાલુ કરવાની ફરજ પડી હતી. જોકે અકસ્માતની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.

ચીખલી તાલુકાના સમરોલી ગામે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૮ પર કાળાપુલ પર પુલની રેલિંગ સાથે મુંબઈથી જયપુર જતું ડામર ભરેલું ટેન્કર નં.આરજે-૧૪-જીબી-૧પ૨૧ અથડાતા ટેન્કર પલટી મારી જતા ટેન્કરમાં ભરેલો ૨પ ટન જેટલો ડામર ધોળાઈ જવા સાથે ટેન્કરને પણ મોટું નુકશાન થયું હતું. ટેન્કરમાંથી ડામર હાઈવે ઉપર રેલાતા વાહન વ્યહારને પણ અસર થઈ હતી. વાહન વ્યવહાર સિંગલ ટ્રેક કરવામાં આવ્યો હતો. અકસ્માતનો ભય ઉભો થતા આઈઆરબી અને હાઈવે ઓથોરિટી દ્વારા ડામર સાફસફાઈ કરવા સાથે ડામર બાળીને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ડામર ભરેલા ટેન્કરને પણ મોટું નુકશાન થયું હતું. આ બનાવની કોઈ પોલીસ ફરિયાદ પોલીસ દફતરે નોંધઈ નથી.