તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરગામ: મોતની છલાંગ લગાવનારા અજાણ્યા યુવકની ઓળખ થઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ: ખેરગામ ધરમપુર રોડ ઉપર આવેલા ભૈરવી નજીક ઔરંગા નદીના પુલ ઉપર સોમવારે એક અજાણ્યા ઈસમે પુલ પરથી કુદકો મારતા નદીમાં પથ્થર ઉપર પડતા સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે ખેરગામ પોલીસે મૃતક યુવક ઓળખ માટે તપાસ કરતા તે ખેરગામના માંગણવાડનો રહીશ હોવાનું બહાર આવ્યું હતું. પેલાડ ભૈરવીથી પસાર થતી ઔરંગા નદીના પુલ ઉપર સોમવારે સવારે એક યુવકે પુલ પરથી નદીમાં કુદકો મારતા ત્યાં નજીકમાં હાજર લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા.
પત્નીએ કપડા પરથી પતિની લાશ ઓળખી
ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે લોકોની મદદગારીથી યુવકને બહાર કાઢ્યો હતો,પરંતુ પુલ ઉપરથી નદીમાં નીચે પથ્થર ઉપર પડતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા ઘટનાસ્થળ પર તેનું મોત નીપજ્યું હતું. પોલીસે સમગ્ર દિવસ દરમિયાન મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી. આ બનાવની તપાસ કરી રહેલા ખેરગામ પોલીસ મથકના હે.કો. કિશનભાઈ પટેલના જણાવ્યા મુજબ નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવનાર યુવકની ઓળખ માટે પ્રયત્નો બાદ યુવક ખેરગામ માંગણવાડનો રહીશ હોવાનું માલુમ પડ્યું હતું.
રાત્રિએ તેની પત્નીએ પોલીસ મથકે આવી તેના કપડાં ઉપરથી તેની ઓળખ કરી હતી. 35 વર્ષીય મનિષ મંગુભાઈ રાઠોડ મજુરી કામ કરતા હોય સોમવારે ઘરેથી ચાલી ગયો હતો. બાદમાં ઘરે પરત આવ્યો ન હતો. પોલીસે લાશનું પીએમ કરાવી કોલ્ડરૂમમાં મોકલી હતી. યુવકની ઓળખ થતા તેમના પરિવારજનોને લાશનો કબજો સોંપ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...