તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરા: વલોટીના યુવકે અગમ્ય કારણસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા: બીલીમોરા નજીકના વલોટી ગામે 37 વર્ષીય પરીણિત યુવકે અગમ્ય કારણસર પોતાના ઘરમાં એંગલથી લટકી ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી દીધુ હતું. આ અંગે બીલીમોરા પોલીસમાં મરનારના પિતાએ જાણ કરી હતી. આ અંગે બીલીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા નજીકના વલોટી ખાતે રહી મજૂરી કામકાજ કરતા સતીષભાઈ શંકરભાઈ હળપતિએ ગતરોજ રાત્રિ દરમિયાન કોઈ અગમ્ય કારણસર તેમના વલોટીના બ્રહ્મદેવ ખાતેના ઘરમા લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
 
પરિવાર સૂતો રહ્યો અને યુવાને ઘરમાં જ આકરું પગલું ભર્યુ

સતીષભાઈ વલોટી ખાતે સરકારી આવાસમાં પત્ની, એક પુત્ર તેજસ અને એક પુત્રી ખુશ્બુ તેમજ માતાપિતા સાથે રહેતો હતો. ગતરાત્રિ દરમિયાન તેમનો પરિવાર સુતો હતો ત્યારે આ પગલું ભરી લીધુ હતું. તેમની પુત્રીએ તેમને ફાંસો ખાધેલી હાલતમાં જોતા બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં સતિષભાઇનુંં મોત નીપજ્યું હતું. પિતા શંકરભાઈનો સતીષ એકનો એક પુત્ર હતો. બનાવ અંગેની જાણ મૃતક સતીષભાઈના પિતા શંકરભાઈ હળપતિએ બીલીમોરા પોલીસને કરી હતી. આ કેસની આગળની વધુ તપાસ બીલીમોરા પોલીસના એએસઆઈ મનુભાઈ મકનભાઈ કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો