તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

WHO સરવેની ચોંકાવનારી વિગતો: ડાંગના 145 ગામનું પાણી પીવાલાયક નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાપુતારા: ડાંગ જિલ્લામાં ડબલ્યુએચઓ (હું) અને પાણી પુરવઠા દ્વારા કરાયેલા સરવેમાં ચોંકાવનારી વિગત બહાર આવવા પામી છે. જિલ્લાના 311 ગામો પૈકી 145 ગામોમાં પીવાલાયક પાણી જ નથી. આ ગામોમાં પાણીમાં ટીડીએસની માત્રા વિશેષ જોવા મળી છે. ડાંગ જિલ્લો એ સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલો છે. જિલ્લામાંથી પૂર્ણા, ખાપરી, અંબિકા, ગીરા ઉપરાંત નાની નદીઓ કોતરો છે. વરસાદની તીવ્રતા વધારે અને ભૂતળના ઢાલ વધારે હોય પાણી વહી જાય છે. જિલ્લાની ભૂસ્તરીય રચના પ્રમાણે 30થી 75 સેમી લાલ માટીના સ્તરની નીચે અગ્નિકૃત ખડકોથી ફેકચર્ડ ખડકોને કારણે જમીનની ઉંડાણમાં પાણી ઉતરેલા છે. જેને પગલે હેન્ડપંપ અને બોરમાં પાણીનો આવરો ઓછો હોય છે.

જિલ્લાના 311 ગામોમાં બોર-કૂવામાં પાણીના નમૂના લીધા

આ પ્રકારની જિલ્લાની ભૂસ્તરીય સ્થિતિ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી પાણી પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના 311 ગામોમાં બોર-કૂવામાં પાણીના નમૂના લઈ પાણીની ગુણવત્તાનું અવલોકન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 311 પૈકી 145 જેટલા ગામોમાં પીવાલાયક પાણી નથી. આ ગામોના પાણીમાં 500એમજી/લિટર ટીડીએસની અને 45 એમજી/લિટર નાઈટ્રેટની માત્ર મળી મળી આવી છે. આમ પાણીમાં ક્ષારની માત્રા ખુબ જ જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં પાણીની ગુણવત્તા બગડવાની બાબત ચિંતાજનક છે ત્યારે સરકાર દ્વારા આ દિશામાં પણ પ્રયત્નો હાથ ધરવા જોઈએ. જેથી આવનારા સમયમાં પાણીની ગુણવત્તાની વિપરીત અસર આદિવાસીઓ પર વર્તાય નહીં અને લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે.
હું અને પાણી પુરવઠા વિભાગના સહયોગથી અવલોકન કરાયું
જિલ્લામાં પાણીની ગુણવત્તાના અવલોકનમાં 145 ગામોમાં ટીડીએસની માત્રા વધુ જોવા મળી છે. આ ગામોમાં પીવાલાયક પાણી નથી ત્યારે બોરકૂવાનો ઉપયોગ બંધ કરી નદી-કોતરોમાં ચેકડેમ બનાવી તેના આધારિત પાણી પુરૂં પાડવાની યોજના શરૂ કરવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. - ડી.આર.હિંગળાજીઆ, ના.કા.ઈ., પાણી પુરવઠા આહવા કચેરી
TDSના કારણે પથરી અને બ્લડપ્રેશર થઇ શકે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો