આમલીડેમના દરવાજા ખુલ્લા રહેતાં પાણી વહી ગયું, પાણીના વ્યયથી ખેડૂતોમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી: માંડવી તાલુકાની સૌથી મોટી અને મહત્વની ગણાતી આમલીડેમનું ચાલતું રીપેરીંગ કામના કારણે ખુલ્લા રખાયેલા દરવાજાથી પાણીનો મોટો જથ્થો નદીમાં વહી ગયો હતો. સ્થાનિક ચર્ચા મુજબ સરકાર તરફથી વર્ક ઓર્ડર મોડો મળવાને કારણે કારણે સ્થિતિ સર્જાય હોવાનું જણાયું હતું. જોકે, તંત્રની બેદરકારી સામે ખેડૂતોમાં રોષની લાગણી ઊઠી હતી. અને ડેમ પર પણ પહોંચી ગયા હતાં.માંડવી ખાતે 1984માં શરૂ થયેલી આમલીડેમ સિંચાઇ યોજનાના દરવાજામાંથી પાણી લીકેજની સમસ્યા હોવાથી હાલમાં રીપેરીંગનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું અને ચોમાસાના આગમન પહેલાં શરૂ કરાયેલ કામને ઝડપથી પૂર્ણ થાય તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા હતા.

ડેમની રિપેરિંગ કામગીરીમાં વિલંબ થતાં સમસ્યા સર્જાઇ

ઉમરપાડા વિસ્તારમાં મુશળધાર વરસેલા વરસાદથી પાણીનો પુરવઠો એકદમ વધી ગયો હતો પરંતુ રીપેરીંગના કારણે ખુલ્લા રહેલા દરવાજામાંથી પાણીનો વિપુલ જથ્થો નદીમાં વહી ગયો હતો. ડેમ વિસ્તારના પાણીનો મોટો જથ્થો નદીમાં વહી જતાં અન્ય નદીનાળા પણ છલકાય ઉઠ્યા હતા. તો વળી ઘણા નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. આમ સિઝનના પહેલા વરસાદનું પાણી નદીમાં બંને કાંઠે વહેવા લાગતાં લોકટોળું ડેમ સાઈટ તથા નદી કિનારે ઉમટી પડ્યું હતું. ડેમના જવાબદારોની બેદરકારહીના કારણે પાણીનો મોટો જથ્થો વહી ગયો હોવાનું ખેડૂતો માની રહ્યા છે.
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી વધુ વાંચો: ડેમના ઇજનેરોની ગંભીર બેદરકારી
 
અન્ય સમાચારો પણ છે...