તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદા-ચીખલીમાં 191 સરકારી કર્મચારીનું પોસ્ટલ બેલેટથી મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા: વાંસદામાં 182 સરકારી કર્મચારીઓ અને ચીખલી સમરોલીમાં 9 સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. 177-વાંસદા વિધાનસભામાં સરકારી કર્મચારીઓ ચૂંટણીના કામે જવાના હોવાથી વાંસદા ચૂંટણી અધિકારીની સુચના હેઠળ વાંસદા મામલતદારની ટીમે આજે વાંસદા પ્રતાપ હાઈસ્કૂલ અને ચીખલી સમરોલી ઈટાલીયા હાઈસ્કૂલમાં પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી.


ચૂંટણી અધિકારીની સૂચના મુજબ થયેલી કામગીરી


જેમાં બંને જગ્યા મળી કુલ અંદાજિત 191 જણાંએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. 177- વાંસદા વિધાનસભામાં સરકારી કર્મચારીઓ ચૂંટણીના કામે જોતરાઈ જવાના કારણે ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંઘની નજર હેઠળ વાંસદા મામલતદાર ધનગર અને સ્ટાફે આજે પ્રતાપ હાઈ સ્કુલ વાંસદામાં સવારે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કર્યું હતું. જેમાં વાંસદા ખાતે 182 જણાંએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ચીખલી સમરોલીની ઈટાલીયા હાઈસ્કૂલમાં દિવસ દરમિયાન 6 વાગે સુધી અંદાજિત 9 જણાંએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. કુલ 191 જણાએ સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...