તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપુતારા: વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્યને માણવા સહેલાણીઓ ભીડ ઉમટી પડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાપુતારા: ડાંગ જિલ્લાના હૃદયસમા ગિરિમથક સાપુતારા ખાતે રવિવારના દિવસે વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્યને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓનું કિડિયારુ ઉમટી પડતા અહીં ઠેર ઠેર સ્થળોએ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. તેની સાથે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણપીણીના લારીગલ્લાઓ પર હાઉસફૂલના પાટીયા ઝુલી ઉઠતા અહીંનું વાતાવરણ પ્રવાસીઓના કિકિયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું.
મોટા ભાગની હોટલો પર હાઉસફૂલના પાટિયા ઝૂલી ઉઢ્યા
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાનું કુદરતી સૌંદર્ય આમપણ ભારતભરમાં વખણાય છે. આ ગિરિમથકના આહલાદક વાતાવરણ અને નિર્સગમય સૌંદર્યના સ્વાદને માણવા પ્રવાસીઓનો દિનપ્રતિદિન વધારો નોંધાતા અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે સ્થાનિક તંત્ર દ્વારા સમર, વિન્ટર અને મોન્સુન અને પેરાગ્લાઈડિંગ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો પણ ધરાય છે. હાલમાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ચાલુ સપ્તાહે પૂરબહારમાં ચોમાસાની સિઝન ખીલી ઉઠતા ધરતી પર લીલોતરીની લીલીછમ ચાદર ઓઢાય ગઈ છે ત્યારે અહીં ચોમાસામાં ગિરિમથકના કુદરતી સૌંદર્યનો સ્વાદ માણવા રવિવારના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
ચીક્કાર ગીર્દી સાથે હાઉસફૂલના પાટીયા ઝુલી ઉઠયા, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો