તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગના બે અંતરિયાળ ગામે વાવાઝોડું ફૂંકાયું, સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાપુતારા: ડાંગ જિલ્લાના અંતરિયાળ પૂર્વવિસ્તારના કડમાળ તથા વાંઝીટેબરૂન ગામે અચાનક તેજ ગતિના પવનના સુસવાટા સાથે વાવાઝોડુ ફૂંકાતા કેટલાક ઘર અને શાળાનો પતરાનો શેડ હવામાં ફંગોળાઈ જમીનદોસ્ત થતા નુકસાની થવાની વિગત સાંપડી હતી. પ્રાપ્ત વિગત મુજબ મંગળવારે વાતાવરણનો મિજાજ અચાનક બદલાવા સાથે પૂર્વ વિસ્તારના અંતરિયાળ ગામો એવા કડમાળ અને વાંઝીટેબરૂનમાં તેજ ગતિનો પવન ફૂંકાવા સાથે અચાનક પવનની ગતિ વધી જતા રીતસરનું વાવાઝોડુ ત્રાટક્યું હતું. વાવાઝોડાના પગલે લોકોના ઘરની છત પણ હચમચી જતા સ્થાનિકોમાં એક સમયે ગભરાટનો માહોલ સર્જાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો