તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુકેરી: બે મુસ્લિમ સગી બહેનો ગુમ, એકની લાશ નદીમાંથી મળતા ચકચાર મચ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુકેરી: ખૂડવેલ ગામેથી શુક્રવારે સાંજે રહસ્યમય રીતે ઘરેથી ગુમ થયેલી બે મુસ્લિમ બહેનોમાંથી મોટી બહેનની લાશ કલીયારી-ઘોલાર ગામની હદમાંથી રવિવારે સવારે ખરેરા નદીના ચેકડેમમાંથી મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ ચીખલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પેનલ પીએમ કરાવી એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

બે મુસ્લિમ સગી બહેનો ઘરથી રહસ્યમય સંજોગોમાં ગુમ

ચીખલી તાલુકાના ખૂડવેલ ગામના ખલીફા ફળિયામાં રહેતા અને વેલસ્પન કંપનીમાં ફરજ બજાવતા સઈદભાઈ હુસેનભાઈ ખલીફાની બે દીકરીઓ એકસાથે શુક્રવારે પોતાના ઘરેથી સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી. જેમાં ધો. 10માં કલીયારીની મધર ટેરેસા સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી શાહીસતાબાનું (ઉ.વ. 16) તથા રાનકુવા બી.એલ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી શાહીનબાનુ (ઉ.વ. 17) ગુમ થયા બાદ કલીયારી-ઘોલાર ગામની હદમાંથી પસાર થતી ખરેરા નદીના ચેકડેમમાંથી નાની બહેન શાહીસતાબાનુની લાશ શનિવારે સવારના સમયે મળી આવી હતી.

નાની બહેનની લાશ બાદ મોટી બહેનને શોધવા ચેકડેમ ખાલી કરાયો

જેમાં ચીખલી પોલીસે મૃતકના ભાઈ શાહનવાઝ ખલીફાની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી પીએમની કાર્યવાહી કરી હતી. પોલીસે ખરેરા નદીના કાંઠેથી ચેકડેમ પાસેથી મળી આવેલી ચંપલની બે જોડી મળી આવી હતી. પોલીસે મોટી બહેન શાહીનબાનુની ખરેરા નદીના પાણીમાંઅને આસપાસ સ્થાનિક તરવૈયા બીલીમોરા પાલિકાના ફાયરબ્રિગેડના સ્ટાફની મદદથી શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી લાશ મળી ન હતી. જેના પગલે નદીના ચેકડેમના દરવાજા પણ ખોલી ચેકડેમ ખાલી કરી દેવામાં આવ્યો હતો.
 
ચીખલીના ધારાસભ્ય અને અગ્રણીઓએ પરિવારજનોની મુલાકાત લીધી

એ દરમિયાન રવિવારે સવારે ખરેરા નદીના ચેકડેમમાંથી મોટી બહેન શાહીનબાનુની લાશ પણ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ પેનલ ડોકટર દ્વારા પીએમ ચીખલી રેફરલ હોસ્પિટલમાં કરાવ્યું હતું. રેફરલ હોસ્પટલ ખાતે ચીખલી તાલુકા મામલતદાર કે.એન. પટેલ, પીઆઈ, એફએસએલના અધિકારીઓ ઉપરાંત મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા. ખૂડવેલ ગામે પણ વાંસદા ચીખલીના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, કોંગ્રેસ લઘુમતી સેલના સઈદભાઈ હજાત, નવસારી જિલ્લા પંચાયત સભ્ય ભારતીબેન પટેલ, અગ્રણી આસીફભાઈ દુધવાલા સહિતએ પરિવારજનોની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું.
 
આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ અને વાંચો, બે સગી બહેનોના મોત અંગે ઘેરાતા અનેક રહસ્ય.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો