તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્મા: જલાલપોર તાલુકામાંથી 2 લાશ મળતાં ચકચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેસ્મા: જલાલપોર તાલુકામાં બે જગ્યાએથી બે જણાંની લાશ મળતા ચકચાર મચી છે. પ્રથમ ઘટનામાં નવસારીમાં રામજી મંદિર પાસે રહેતા 75 વર્ષીય હસમુખ કાશીરામ નાયકા ગત 11મી ઓગસ્ટે શનિદેવ મંદિરે ગયા હતા. જોકે તેઓ મંદિરેથી પરત સાંજે ન આવતા તેમના સંબંધીઓએ નવસારી ટાઉન પોલીસ મથકમાં ગુમ થયાની જાણકારી આપી હતી. આજે 14મીના રોજ બપોરના સમયે એક લાશ જલાલપોર તાલુકાના જ મછાડ ગામ નજીકથી પસાર થતી પૂર્ણા નદીમાંથી મળી આવી હતી. લાશની ઓળખ કરતા તે હસમુખભાઈની જ હોવાનું જણાવ્યું હતું.
બીજી એક ઘટનામાં વિજલપોરમાં આવેલા શ્યામનગર-1મા 40 વર્ષીય ભરત સોમાભાઈ કોળી પટેલ 10 વર્ષથી એકલા જ રહેતા હતા. છેલ્લા ત્રણ દિવસથી તેમનું મકાન બંધ હતું. અને ઘરમાંથી દુર્ગંધ આવતા કોઈકે પોલીસને જાણ કરી હતી અને તપાસ કરતા ભરતભાઈની લાશ ઘરમાંથી મળી આવી હતી. હાલ તેમનું કુદરતી મૃત્યુ થયાની શક્યતા સેવાઈ રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો