તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં બાળકોને શાળામાં પ્રવેશે કીટ વિતરણ સાથે વૃક્ષા રોપણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નવસારી જિલ્લાનાં ઐતિહાસિક ધામણ અને આસુંદરગામ ખાતે ગુજરાત સફાઇ કામદાર નિગમના ઉપાધ્‍યક્ષ સુરેશ મકવાણાએ ૫૦ જેટલા બાળકોને શાળામાં પ્રવેશ સાથે નામાંકન કરી કીટ વિતરણ સાથે વૃક્ષા રોપણ કર્યું હતું. તથા આ ત્રિદીવસ્ય શાળા પ્રવેશ મહોત્સવમાં ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક સ્કૂલો અને હાઇસ્કૂલો મળી નવસારી જીલ્લાના ૩૮૬ ગામો પૈકી ૯૧૮ શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનુ આયોજન કરાયુ છે.

જેમાં ધોરણ ૧માં પ્રવેશપાત્રમાં કુમાર ૬૭૨૪ અને કન્‍યા ૬૧૧૪ મળી કુલ ૧૨૮૩૮ બાળકો સાથે આંગણવાડીઓમાં કુમાર ૧૯૭૯ અને કન્‍યા ૧૯૨૬ મળી કુલ ૩૯૦૫ બાળકોને પ્રવેશ રાજકીય નેતા સાથે પદાધિકારીઓ- અધિકારીઓના હસ્‍તે નામાંકન કરવામાં આવશે તથા જિલ્લામાં બીપીએલ અને ૫૦ ટકા સાક્ષરતા ધરાવતા ગામોની ૪૩૭ કન્‍યાઓને વિદ્યાલક્ષ્મી બોન્‍ડ અપાશે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૭૭ અને શહેરી વિસ્‍તારમાં ૫ મળી કુલ ૮૨ રૂટ નિયત કરવામાં આવ્‍યા છે.

(તસવીરો: રાજેષ રાણા, નવસારી)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...