તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેર સભા બાદ લોકો રોડ પર આવી જતા ટ્રાફિક જામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી: નવસારીમાં વડાપ્રધાનની જાહેરસભા બાદ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે લોકોએ 10 મિનિટ વધુ હાલાકિ વેઠવી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લુન્સીકૂઈ ખાતે જાહેરસભા કરી હતી અને જિલ્લામાં ભાજપના ઉમેદવારો માટે મતની માગણી કરી હતી. જાહેરસભા બાદ વડાપ્રધાન મોદીએ સભા સ્થળથી વિદાય લીધી હતી પરંતુ ત્યારપછી લોકોએ પણ સભા સ્થળથી વહેલી તકે બહાર જવા મથામણ શરૂ કરી દીધી હતી. લોકો ગ્રાઉન્ડમાંથી બહાર નીકળવા જતા ટ્રાફિક જામ થયો હતો.


અંદાજિત 10થી વધુ મિનિટ લોકો રોડ ઉપરથી પસાર થયા હતા. તેના કારણે ટ્રાફિક જામ થયો હતો. જોકે પોલીસે સક્રિય બની ટ્રાફિક દુર કરવાનું શરૂ કરતા લોકોએ રાહત અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે મોદીની સભા સ્થળથી દૂર સુધી વાહન પાર્કિંગની વ્યવસ્થા હતી પરંતુ કેટલાક લોકોએ પાર્કિંગ સ્થળથી અલાયદી જગ્યાએ પાર્કિંગ કર્યું હતું. ઉપરાંત આસપાસનો વિસ્તાર રહેણાંક હોવાથી તેમના વાહનોની અવરજવરને લઈને પ્રશ્ન ઉભા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...