તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતના આ શહેરમાં ઘરે ઘરે છે ગણેશજીનો આશિર્વાદ, જાણો શું છે હકીકત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેસ્મા: નવસારી પંથકમાં છેલ્લા કેટલાક વરસોમાં સાર્વજનિક ગણેશોત્સવના પંડારોમાં ભારે વધારો થયો છે. છેલ્લા 33 વર્ષમાં આ વધારો અધધ 10 ગણો થયો છે. નવસારી પંથકને સાંકળતા નવસારી શહેર, વિજલપોર શહેર અને તેની નજીકના ગામોમાં (સૂચિત નવસારી મહાપાલિકા વિસ્તાર)માં હાલમાં ઠેર ઠેર સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરાયાનું જોવા મળ્યું છે. ખુબ ઓછી રહેણાંક સોસાયટી યા એપાર્ટમેન્ટ એવા હશે કે જ્યાં સાર્વજનિક ગણેશોત્સવના પંડાર (યા મંડપ) ઉભા કરાયા ન હોય ! છેલ્લા કેટલાક વરસોમાં યા ગણેશ ભંડારોમાં ભારે વધારો થયો છે. અહીં પ્રશ્ન છે કે કેટલો વધારો થયો છે.
33 વર્ષ પહેલા પંડાળોની સંખ્યા 60 હતી જે હાલ વધીને 600ને પાર થઇ ગઇ છે
નવસારી પંથકમાં છેલ્લા 33 વર્ષથી ગણેશોત્સવ સંગઠન સાથે સંકળાયેલા ભરત પરમાર આ અંગે જણાવે છે કે નવસારી પંથકમાં આજથી 33 વર્ષ અગાઉ નવસારી સમસ્ત ગણેશ સંગઠન મંડળની સ્થાપના થઈ ત્યારે તેઓ ખજાનચી હતા અને નવસારી પંથકમાં (વિજલપોર સહિત) માત્ર 62 મંડળ હતા. આજે ગણેશ સંગઠનમાં 459થી વધુ મંડળો રજિસ્ટર થયા છે આમાં વિજલપોર સામેલ નથી અને વિજલપોર સહિત આંક 600 નજીક પહોંચી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો 33 વર્ષમાં નવસારીમાં ગણપતિના સાર્વજનિક પંડારોમાં 10 ગણો (60થી 600) યા 1 હજાર ટકાનો વધારો થઈ ગયો છે. ભરત પરમાર જણાવે છે કે અગાઉ નવસારીમાં બધા રહેણાંક વિસ્તારોમાં પંડાર ન હતા. હવે તો લગભગ બધા જ રહેણાંક વિસ્તારમાં એક યા તેનાથી વધુ પંડારો ઉભા થઈ ગયા છે. છેલ્લા 5-10વર્ષમાં જ સાર્વજનિક પંડારોમાં લગભગ બમણો વધારો થઈ ગયો છે.
આગળ વાંચો, ઘરના સ્થાપિત શ્રીજીની પ્રતિમામાં પણ વધારો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો