ડાંગમાં મધ્યાહન ભોજન પુરૂં પાડવાના હંગામી સ્ટાફની ભરતીમાં વિવાદ સર્જાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા: ડાંગ જિલ્લામાં તાજેતરમાં કરવામાં આવેલા મધ્યાહન ભોજન યોજનામાં સ્ટાફ ભરતીમાં લાયકાત ધરાવનાર અરજદારો સાથે અન્યાય કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની બૂમરાણ સાથે જાગૃત નાગરિકો તથા પ્રજા પ્રતિનિધિઓએ કલેકટરને ફરિયાદ કરી છે.
 
તાજેતરમાં 17 સંચાલકો અને 17 મદદનીશોની હંગામી ભરતી કરાવામાં આવી છે
 
ડાંગ જિલ્લા કલેકટર હસ્તક આવતા મધ્યાહન ભોજન વિભાગમા મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળામાં મધ્યાહન ભોજન પુરૂં પાડવા માટે તાજેતરમાં 17 સંચાલકો અને 17 મદદનીશો આમ કુલ 34થી વધુ સ્ટાફની હંગામી ભરતી કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં મધ્યાહન ભોજન વિભાગ કેટલાક અધિકારીઓએ સરકારના નીતિનિયમો વિરૂદ્ધ જઈ લાયકાત ધરાવતા અરજદારોને નિમણૂક આપવાના બદલે બિનલાયકાત ધરાવતા તથા મેરિટ લિસ્ટમાં સામેલ ન હોય તેવા અરજદારો સ્ટાફની ભરતી કરી છે.
 
મારા ધ્યાને આવશે તો હું ફરિયાદ કરીશ

આ બાબતે હજુ સુધી મારી પાસે કોઈપણ પ્રકારની ફરિયાદ આવી નથી પરંતુ જો ડાંગના ગરીબ આદિવાસી અરજદારો સાથે અન્યાય થયો હોય અને મને ફરિયાદ કરવામાં આવશે તો આ બાબતે જિલ્લા વહીવટીતંત્ર સામે લડત ઉપાડી ગરીબ આદિવાસી અરજદારોને ન્યાય અપાવીશ.- મંગળ ગાવિત, ધારાસભ્ય, ડાંગ
 
ગેરરીતિ થવા બાબતે ફરિયાદ આવી છે

મધ્યાહન ભોજન યોજનામાં સ્ટાફની ભરતીમાં જે ગેરરીતિ થઈ તે બાબતે મને ફરિયાદ આવી છે અને ડાંગના ગરીબ યુવકોને ન્યાય અપાવવા માટે જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે.- બાબુરાવ ચૌર્યા, પ્રમુખ, ડાંગ જિ.પં.
અન્ય સમાચારો પણ છે...