તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં સાયકોલોજીના વિષયની 100 વર્ષની ભવ્ય ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: સાયકોલોજીના વિષયના 100 વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે 10થી 12 સપ્ટેમ્બર એમ ત્રિદિવસીય નવસારીની ગાર્ડા કોલેજ અને સાયકોલોજી ડેવલપમેન્ટ એન્ડ મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સાયકોલોજી વિષય પર નેશનલ કોન્ફરન્સનો મતિયા પાટીદાર વાડીમાં આરંભ કરાયો હતો. ડો. ભાલચંદ્ર જોષીએ ગાર્ડા કોલેજને સાયકોલોજી વિષયના બીજા સેમિનાર માટે અને જીપીએનો પુન: આરંભ નવસારીથી થઈ રહ્યો છે તેનો યશ ગાર્ડા કોલેજને આપ્યો હતો. જ્યાં માણસ છે ત્યાં સાયકોલોજી છે એવું દર્શાવી સાયકોલોજી વિષયની મહત્તા દર્શાવી હતી. આ સાથે સાચા રિસર્ચ વર્ક અને પ્રોજેકટ વર્કની માહિતીથી બધાને સજ્જ કર્યા હતા.
ગાર્ડા કોલેજના યજમાન પદે સાઇકોલોજી વિષય પર ત્રણ દિવસની નેશનલ કોન્ફરન્સ શરૂ
સાયકોલોજી ડેવલપમેન્ટ એન્ડ મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશનના પ્રમુખ ડો. નવીનભાઈ પટેલે નવસારી ગાર્ડા કોલેજના યજમાનપદે આ કોન્ફરન્સ યોજાઈ તેનો આનંદ વ્યક્ત કરી સૌના સહકારને બિરદાવ્યો હતો. ગાર્ડા કોલેજના આચાર્ય ડો. ધર્મવીર ગુર્જરે મહેમાનોને આવકાર્યા હતા. ગુજરાત રાજ્યની સાયકોલોજી વિષયના અભ્યાસની શરૂઆત કરનારી એકમાત્ર કોલેજ ગાર્ડા કોલેજ હતી તે વખતના આચાર્ય અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી અને પૂર્વ અધ્યાપકોને વંદન કરી યાદ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કોન્ફરન્સનું સોવિનિયરનું વિમોચન કરાયું હતું. સમારંભના ઉદઘાટક અને ગાર્ડા ટ્રસ્ટના પ્રમુખ દારાભાઈ દેબુએ જમશેદજી જીજીભોય, દાદાભાઈ નવરોજી, જમશેદજી ટાટાને શિક્ષણ ક્ષેત્રના પાયોનિયર ગણાવ્યા હતા.
કન્યા કેળવણી ક્ષેત્રમાં સર જમશેદજી જીજીભોયના પ્રદાનની મહત્તા દર્શાવી શાળા, કોલેજો અને ગુજરાતની મેડિકલ અને પુનાની મેડિકલ કોલેજમાં નવસારીના શિક્ષણપ્રેમી પારસીઓના ઈતિહાસને વાગોળી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. જયંતિભાઈ પટેલે સાયકોલોજી વિષયની ઔદ્યોગિક એકમમાં મહત્તા દર્શાવી હતી. ડો. ભાસ્કરભાઈ રાવલ (પ્રો.વીસી) યોગ અને વૈદિક આધારિત અભ્યાસક્રમોમાં મનોવિજ્ઞાન મનન અને ચિંતનનો વિષય હોવાથી તેની અગત્યતા દર્શાવી હતી. ડો. સંતોષકુમારે ઓટીઝમ વિષય પર પ્રવચન આપી સાયકોલોજી વિષયની મહત્તા દર્શાવી હતી.
( તસવીર - રાજેશ રાણા )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો