તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી: કબીલપોરમાં દિવસે પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: નવસારીમાં કાલીયાવાડીથી ગ્રીડ હાઈવે નં. 8ને જોડતા રસ્તા પર લગાવાયેલી સ્ટ્રીટ લાઈટ અવારનવાર દિવસ દરમિયાન પણ ચાલુ રહેતા પ્રજાના પૈસા વેડફાય રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક અગ્રણીઓએ આ બાબતે વહીવટીતંત્રમાં રજૂઆતો પણ કરી હતી પરંતુ પરિસ્થિત ઠેરની ઠેર રહેતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે.  નવસારીમા કાલીયાવાડીથી ગ્રીડ તરફ નેશનલ હાઈવે નં. 8ને જોડતો રસ્તો વાહનથી ધમધમતો રહે છે. ને.હા.નં. 8ને જોડતો આ મુખ્ય માર્ગ છે. આ માર્ગ ઉપર અંદાજિત 100થી વધુ સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવી છે.
 
સ્થાનિક અગ્રણીઓએ આ બાબતે વહીવટીતંત્રમાં રજૂઆતો પણ કરી હતી પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર, બિલનું ભારણ પ્રજાના માથે
 
નિભાવ હાલ નવસારી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ આ નિભાવ કામગીરીમાં તંત્ર દ્વારા વેઠ ઉતારવામાં આવી રહી છે. આ રોડ પર લગાવાયેલી સ્ટ્રીટ લાઈટ રાત્રિ દરમિયાન સગવડ માટે ચાલુ કરી દેવામાં આવે એ યોગ્ય છે પરંતુ દિવસ દરમિયાન પણ અવારનવાર લાઈટ ચાલુ રાખી આ વહીવટીતંત્ર દ્વારા લાપરવાહી દાખવવામાં આવી છે. એક જ અઠવાડિયામાં દિવસમાં પણ કલાકો સુધી લાઈટ ચાલુ રહી હોય તેવી બીજી વખત ઘટના બની છે.
 
અગાઉ પંચાયત- PWD વચ્ચે માથાકૂટ થઇ હતી

વર્ષો પહેલા સ્ટ્રીટલાઈટનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. આ સ્ટ્રીટલાઈટનું વીજબીલ કબીલપોર પંચાયતને ભરવાનું કહેવાતા પંચાયતે અસમર્થતા દાખવી હતી. તે પછી પીડબલ્યુડી વિભાગને તેની જાળવણી માટે સૂચના અપાઈ હતી પરંતુ અવારનવાર રાત્રે સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની બૂમરાણ ઉઠતી રહી છે.
 
પંચાયત હસ્તક કામગીરી સુપરત કરાઈ

અમારી કામગીરી ફક્ત સ્ટ્રીટલાઈટ લગાવીને ચાલુ કરી આપવા પૂરતી હતી. તે પછી વીજબીલથી લઈને તમામ જવાબદારી ગ્રામપંચાયત હસ્તક આવે છે એટલે વધુ માહિતી પંચાયતમાંથી મળી શકે. - જગદીશભાઈ ખેર, કાર્યપાલક ઈજનેર, પીડબલ્યુડી
 
જવાબદારી પંચાયતની હોય તેવો ખ્યાલ નથી

સ્ટ્રીટલાઈટ ચાલુ રહે છે તે અંગે અવારનવાર ફરિયાદ મળી છે. લોકોના પૈસા વેડફાય રહ્યા છે એ હકીકત છે. આ બાબતે યોગ્ય નિરાકરણ કરાશે. જોકે સ્ટ્રીટલાઈટના વીજબીલની જવાબદારી પંચાયતની છે તેનો હાલ ખ્યાલ નથી. - છનાભાઈ જોગી, સરપંચ, કબીલપોર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો