તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપુતારા: માતાના ચરિત્ર પર શંકા કરતા સગા પિતાની હત્યા કરતો પુત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા: વઘઈ તાલુકાના સરવર ગામે રહેતા એક શ્રમજીવી પરિવારમાં માતાના ચારિત્ર્ય પર શંકા કરી રોજિંદા ઝઘડો કરતા પિતાની પુત્રએ હત્યા કરી નાંખી હતી. સરવર ગામે નીચલા ફળિયામાં રહેતા રામજભાઈ પવાર તેની પત્ની અને પુત્ર સાથે મજૂરીકામ કરી જીવન ગુજારો કરતા હતા. પતિ રામજભાઈએ સોમવારે રાત્રિએ પત્ની સાથે અન્ય વ્યક્તિ સાથે આડાસંબંધ હોવાની શંકા રાખીને ઝઘડો કર્યો હતો.
મરનાર અવારનવાર આ બાબતે ઝઘડો કરતો હતો
આ રીતે વારંવાર ઘરકંકાસથી કંટાળેલા પુત્ર ગુલાબ પવાર (19)એ પિતાને માતા સાથે ઝઘડો કરવાની ના પાડવા જતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ બંને ઝઘડામાં પુત્રએ કુહાડી ઉઠાવીને પિતાના માથા અને મોઢાના ભાગે મારતા રામજભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાની ઝીનુભાઈ પવારે વઘઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપી ગુલાબ પવારની ધરપકડ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...