તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજકંપનીના નાયબ ઈજનેર ઉપર હુમલો કરનાર પુત્રની ધરપકડ થઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી: ચીખલી વીજકંપનીની થાલા ગામે આવેલી ઓફિસ ઉપર શુક્રવારના રોજ બપોરના સમયે સાદકપોર ગોલવાડ ખાતે રહેતા પિતા-પુત્રએ ઈજનેર સાથે દાદાગીરી કરી હતી. ત્યારબાદ વાત વણસતા હુમલાુ કર્યો હતો. આ કેસમાં હુમલો કરનાર પુત્રની પોલીસે ધરપકડ કરી હતી.
- વીજકંપનીના નાયબ ઈજનેર ઉપર હુમલો કરનાર પુત્રની ધરપકડ થઈ
- બીલ ન ભરી વીજકંપનીની ઓફિસે પહોંચી મારામારી કરી
તાલુકામાં વીજ જોડાણના બાકી નાણાં હોય તેમના વીજ જોડાણ કાપવા માટે ચીખલી વીજ કંપનીના કર્મચારીઓ વીજ જોડાણ કાપવા માટે ફરી રહ્યા હતા. એ સમયે સાદકપોર ગોલવાડ ખાતે રહેતા હંસાબેન ચંદ્રકાતભાઈ ઠાકોરના ડિસેમ્બર તથા જાન્યુઆરીના વીજબીલના નાણાં બાકી હોય જેથી તેમનુ વીજ જોડાણ કાપવા માટે ગયા હતા. જ્યાં આ જીઈબીના કર્મચારીઓને વીજ જોડાણ કાપવા દીધું નહીં. ત્યારબાદ હંસાબેનના પતિ ચંદ્રકાંતભાઈ ઠાકોર અને તેમનો પુત્ર બળવંત ચંદ્રકાંત ઠાકોર બપોરના સમયે થાલા ગામે જીઈબીની ઓફિસમાં નાયબ ઈજનેર પાસે પહોંચી ગયા હતા.

ચંદ્રકાંત ઠાકોર અને બળવંત ઠાકોરે તમે કોના કહેવાથી હંસાબેનનું વીજ મીટર કાપવા આવ્યા હતા તેમ જણાવી નાયબ ઈજનેરની કોઈપણ વાત સાંભળી ન હતી. આ પિતા-પુત્ર અમે કોણ છે તમે જાણો છો તેમ કહી અગાઉ બીલીમોરા જીઈબીની કચેરી અમે જ સળગાવેલી તેવી ધમકી આપી ચંદ્રકાંત ઠાકોરે નાયબ ઈજનેરને ગાલ પર તમાચો મારી દીધો હતો. તેમના પુત્ર બળવંત ચંદ્રકાંત ઠાકોરે નાયબ ઈજનેરને કપાળના ભાગે તેમજ ગાલ ઉપર તમાચા મારી અને હાથમાં પહેરેલા સોનાના લુઝથી નાક પર મારી ગાડી (નં. જીજે-21-એક્યુ-3378)માં સવાર થઈ ત્યાંથી ભાગી ગયા હતા.

આ અંગેની ફરિયાદ ચીખલી જીઈબીના નાયબ ઈજનેર બલ્લુભાઈ કાનજીભાઈ પટેલ (રહે. બારડોલી તેન, બી-171, ચાણક્યપુરી સોસાયટી, તા.બારડોલી, જિ.સુરત)એ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચીખલી પોલીસે ગણતરીના કલાકોમાં જ નાયબ ઈજનેર પર હુમલો કરનાર બળવંત ચંદ્રકાત ઠાકોર (રહે. સાદકપોર, ગોલવાડ તા.ચીખલી, જિ.નવસારી)ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જ્યારે પિતા ચંદ્રકાંત ઠાકોર હજુ સુધી પોલીસ પકડથી દુર છે.
અન્ય સમાચારો પણ છે...