તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં ઠેર ઠેર વરસાદની રમઝટ, વાવાઝોડાએ ફેલાવી ભારે નુકસાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી: ચીખલી વિસ્તારમાં મોડીરાત્રે વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા બપોર સુધીમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાતા વહીવટીતંત્રની પોલ ખુલી જવા પામી હતી. બીજી બાજુ રાત્રિ દરમિયાન સતત બે કલાક વીજળીના કડાકા ભડાકા ચાલુ રહેતા ભયનો માહોલ સર્જાયો હતો અને વીજળી ડુલ થતા અંધારપટ છવાયો હતો.  ખેરગામ તાલુકામાં ગત રાત્રિએ ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ હતી.
 
ચીખલી-ખેરગામમાં ચાર ઈંચ વરસાદ
વીજળી અને વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે ચીખલી ખેરગામ તાલુકામાં વીજળી ડૂલ થઇ
 
રાત્રિએ થયેલી ગાજવીજ અને વાવાઝોડાના પગલે ખેરગામ વીજ કચેરીના કાર્યક્ષેત્રના 40 જેટલા ગામોમાં વીજપુરવઠો બંધ થઇ જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.રાત્રિએ શરૂ થયેલો વરસાદ શનિવારે સવારે 12 વાગ્યા સુધીમાં 97 મિ.મિ. જેટલો નોંધાયો હતો. ચીખલી પંથકમાં શુક્રવારે વહેલી સવારે સામાન્ય વરસાદ બાદ દિવસભર ભારે ઉકળાટના માહોલ વચ્ચે રાત્રે 10 વાગ્યા બાદ હવામાનનો મિજાજ અચાનક બદલાતા તેજ ગતિના પવન અને વીજળીના સતત ચમકારા અને ભારે ગાજવીજ સાથે મેઘરાજાનું જોરદાર આગમન થયું હતું. તેજ ગતિએ વરસાદ વરસત ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા હતા.

શુક્રવારની રાત્રિ દરમિયાન સતત બે કલાક સુધી વીજળીના ચમકારા અને ગાજવીજ ચાલુ જ રહેવા સાથે વીજળી પણ ગાયબ થતા અંધારપટ છવાયો હતો. ચીખલી ખેરગામ વિસ્તારમાં રાત્રિ દરમિયાન જ બે ઈંચ અને શનિવારે સવારથી બપોર સુધીમાં બીજો 2 ઈંચ સાથે 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે બપોર બાદ વાતાવરણ ખુલી જવા પામ્યું હતું. શુક્રવારની મોડીરાતે 11.33 વાગ્યા બાદ ફરી શરૂ થયેલા ગાજવીજ અને વાવાઝોડા સાથેના વરસાદના કારણે માત્ર ખેરગામ નહીં પરંતુ તાલુકાના લગભગ બધા જ ગામોમાં વીજપુરવઠો દોઢ બે કલાક સુધી બંધ થઇ જતા અંધારપટ છવાયો હતો. વરસાદનું ધમાકેદાર આગમન થતા ખેરગામની ગટર અને રસ્તા ઉપર પાણી પાણી થઇ ગયું હતું.ખેરગામ વીજ કંપનીની કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા 40 જેટલા ગામોમાં રાત્રિએ વાવઝોડાના કારણે વીજપુરવઠો બંધ થઇ ગયો હતો

17 ગામોમાં સવારે પણ વીજપુરવઠો બંધ

વીજ કંપનીની ખેરગામ કચેરીના ઈજનેર આશિષભાઈ ચોધરીના જણાવ્યા મુજબ રાત્રિએ આવેલા વરસાદ અને તોફાની વાવાઝોડાના કારણે ખેરગામ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા 40 ગામોમાં વીજપુરવઠો બંધ થઇ થઇ ગયો હતો.મોટાભાગના ગામોમાં રાત્રિએ જ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો,જયારે 17 જેટલા ગામોમાં સવારથી વીજપુરવઠો શરૂ કરવા ટીમ કામે લાગી ગઈ હતી.
 
વરસાદના આગમનથી ખેતરોમાં ડાંગરના ધરુની વાવણીની શરૂઆત થશે

ખેરગામના ખેડૂત ફારૂકભાઈ શેખના જણાવ્યા મુજબ ખેરગામ વિસ્તારમાં વરસાદનું આગમન વહેલું થતા થતા ડાંગરની ખેતી કરતા ખેડૂતો ખેતરમાં ધરું નાખવાની શરૂઆત કરશે. આંબાવાડીઓમાં હજુ પાછળનો કેરીનો ઘણો બધો પાક ઉતારવાનો બાકી હોય કેરીના પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
 
આગળ વાંચો, ડાંગની કોતરોમાં ડહોળા નીર વહેવા માંડ્યા


અન્ય સમાચારો પણ છે...