તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં બુધવારે પણ વરસાદ પડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા: ડાંગ જિલ્લાનાં ગિરીમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારનાં અનેક ગામડાઓમાં આજરોજ બુધવારે પણ બપોરબાદ ક્યાંક ઝરમરીયો તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ તુટી પડતા સમગ્ર પંથકના ગામડાઓમાં ઠંડક્તાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. અહીં દિવસભરનો અસહ્ય ઉકળાટ ઠંડકતામાં ફેરવાય જતા જનજીવને હાશકારો અનુભવ્યો હતો.
 
સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં બુધવારે પણ વરસાદ પડ્યો

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાનો વરસાદ જાણે મહેરબાન થઇ ધીમે ધીમે ગતિ મેળવતા સમગ્ર પંથકો ચોમાસામય બનવા પામ્યા છે.જેમાં આજરોજ બુધવારે ડાંગ જિલ્લાનાં ગિરીમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારનાં માલેગામ, કોટમદર, બરડપાણી, જોગબારી, ગંદીયા, ગોટિયામાળ, સોનુનીયા, હૂંબાપાડા, રાનપાડા, ભાપખલ, બારીપાડા, ચીખલી, શિવારીમાળ આહેરડી, નાનાપાડા, સાકરપાતળ, સહિતના અનેક ગામડાઓમાં અસહ્ય ઉકળાટ બાદ સાંજે 4થી 5વાગ્યાના સુમારે કોઇક ઠેકાણે ઝરમરીયો તો કોઇક ઠેકાણે મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડતાં સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીતલહેર વ્યાપી ગઇ હતી.  જેમાં આજરોજ પડેલ વરસાદનાં પગલે ગિરીમથક સાપુતારાનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યું હતું. જેના કારણે પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.
અન્ય સમાચારો પણ છે...