તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં મોદી સભાનું આયોજન, 1500થી વધુ પોલીસ જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બુધવારે નવસારીના લુન્સીકૂઈ મેદાનમાં જાહેરસભાને સંબોધવાના હોવાના પગલે તેમની સલામતીને ધ્યાનમાં રાખી લુન્સીકૂઈ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. અધુરામાં પુરુ આ લુન્સીકૂઈ મેદાન સુધી વડાપ્રધાનને સાંભળવા લોકોએ 1 કિ.મી.થી લઈ દોઢ કિ.મી. સુધી ચાલતા જ લંબાવવું પડશે, કારણ કે વાહનોનું પાર્કિંગ દુર દુર રાખવામાં આવ્યું છે.


ભાજપના કાર્યકરોને ચૂંટણી માટે ઓક્સિજન પૂરો પાડશે


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવસારીમાં જાહેર સભાને સંબોધવાના છે. તેઓ સાંજના સમયે નવસારી લુન્સીકૂઈ મેદાનમાં પહોંચશે અને ભાજપના કાર્યકરોને ચૂંટણી માટે ઓક્સિજન પૂરો પાડશે. હાલ નવસારી જિલ્લાની જલાલપોર, ગણદેવી, નવસારી અને વાંસદાની બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. તેમાંય ગણદેવીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. જેમાં માજી સાંસદ કાનજી પટેલના દીકરા સુનિલ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.


1500થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો


આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જરૂરી છે ત્યારે વડાપ્રધાનની આ જાહેરસભા ભાજપ કાર્યકરો માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે. જોકે તેનાથી વિપરીત સામાન્ય લોકોએ આ જાહેરસભાને કારણે ઘણી મુશ્કેલી વેઠવી પડે તેવી શક્યતા છે. શહેરને જોડતા મહત્તમ રસ્તાઓને ડાયવર્ઝન આપી દેવાયું છે. આ ઉપરાંત લુન્સીકૂઈ તથા તેની આસપાસનો વિસ્તાર મળી અંદાજિત 1500થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાતા આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાય ગયો છે.


વડાપ્રધાનની સભા સ્થળે પહોંચવા દોઢ કિ.મી. પગપાળા


વડાપ્રધાનની સભા સ્થળે પહોંચવા માટે કાર્યકરોએ 1થી દોઢ કિ.મી. દૂર પોતાના વાહનો પાર્કિંગમાં મુકીને પગપાળા આવવું પડશે. જેના પગલે લોકોને મુશ્કેલી વેઠવી પડશે. આ ઉપરાંત લુન્સીકૂઈનું મેદાન જોતા તેમાં બેસવા માટે લોકોને પૂરતી જગ્યા મળશે કે કેમ તેવા સવાલો પણ ઉભા થયા છે. જો લોકોને બેસવાની જગ્યા નહીં મળે તો ઉહાપોહ થવાની શક્યતા પણ પ્રબળ છે.


મંગળવારથી જ ટ્રાફિક અસરગ્રસ્ત થયો


નવસારીમાં 29મીએ લુન્સીકૂઈ મેદાનમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીની અસર 28મીથી જ ટ્રાફિક ઉપર પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ચારે તરફથી જાહેરસભાના સ્થળ લુન્સીકૂઈ મેદાન જતા માર્ગ ઉપર પોલીસે બેરેક ખડા કરી દીધા હતા. લુન્સીકૂઇ મેદાનની ફરતેના માર્ગો ઉપર ‘પોલીસ જ પોલીસ’ નજરે પડી હતી. લુન્સીકૂઈ નજીકના માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકો અટવાયા હતા. 

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, બહારથી આવનારા વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા....

અન્ય સમાચારો પણ છે...