તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી જિલ્લામાં રહી-રહીને દેશી દારૂના અડ્ડા ઉપર તવાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્મા: તાજેતરમાં છેલ્લા 11 દિવસથી નવસારી જિલ્લામાં પોલીસે 310થી વધુ દેશી દારૂના કેસ કરી અડ્ડાવાળા ઉપર તવાઈ લાવી છે. નવસારી જિલ્લામાં વિદેશી દારૂની સાથે દેશી દારૂના અડ્ડા ઉપરથી તેનું વેચાણ પણ મોટા પ્રમાણમાં થતું આવ્યું છે. આમ તો પોલીસે થોડા થોડા દિવસે આ દેશી દારૂના અડ્ડા ઉપર ત્રાટકી કેસો કરતી રહે છે પરંતુ છેલ્લા 10-12 દિવસ દરમિયાન એક સાથે મોટા પ્રમાણમાં જિલ્લાભરમાં દેશી દારૂના કેસો કર્યાની જાણકારી મળી છે.
11 દિવસમાં 310 કેસ કરવામાં આવ્યા
સૌથી વધુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 65 કેસ કરવામાં આવ્યા
ગત 3જીથી 14મી સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર નવસારી જિલ્લામાં પોલીસે દેશી દારૂના અડ્ડા ઉપર ત્રાટકી કુલ 310થી વધુ કેસો કર્યાની જાણકારી પ્રાપ્ત થઈ છે. જિલ્લાના તમામ 10 પોલીસ મથકોમાં સૌથી વધુ કેસો નવસારી ગ્રામ્ય પોલીસ મથકની હદમાં 65 કેસ કર્યા હતા. આ ઉપરાંત થયેલા કેસો પોલીસ મથકવાર જોતા નવસારી ટાઉનમાં 28, જલાલપોરમાં 50, ગણદેવીમાં 49, બીલીમોરામાં 19, ચીખલીમાં 28, વાંસદામાં 26, ખેરગામમાં 22, વિજલપોરમાં 22 અને મરીન પોલીસ મથકની હદમાં સૌથી ઓછો 1 કેસ કર્યો હતો. પોલીસે 1493 લિટર જથ્થો કબજે કર્યો હતો. કેટલોક મુદ્દામાલ ઢોળી મુકાયાની જાણકારી પણ મળી છે.
વરેલી લઠ્ઠાકાંડનું કારણ

નવસારી જિલ્લા તાજેતરમાં વધુ પ્રમાણમાં દેશી દારૂના વધુ કેસો કરવાના કારણો ચર્ચાઈ રહ્યા છે. જેમાં મુખ્ય કારણ તાજેતરમાં નજીકના સુરત જિલ્લાના વરેલીમાં લઠ્ઠાકાંડથી અનેકના મોત થવાનું કારણ પણ જણાવાઈ રહ્યું છે. જોકે આ બાબતે નવસારી જિલ્લાના ડીવાયએસપી વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે વરેલી કાંડને કારણે જ પગલાં લેવાઈ રહ્યા છે એ વાત સાચી નથી. તે અગાઉથી પોલીસ દેશી દારૂ વેચનારા સામે કાર્યવાહી કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...