તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારેલ: હાઇવે પર ઇસમની લાશની હાલત જોઇ પોલીસના હોશ ઉડી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ: ગણદેવી તાલુકાના એંધલથી પસાર થતો ને.હા.નં.8 ઉપર એંધલ વાંઝરી ફળિયા આગળથી એક ઇસમની અડધી બળેલી લાશ મળતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવની વિગત એવી છે કે એંધલ વાંઝરી ફળિયાથી દુવાડા ફાંટા આવતા અમદાવાદ તરફ જતા હાઇવે ને.હા.નં 8 ની બાજુમાં એક ગરનાળાની બાજુમાં એક ઇસમની અર્ધ બળેલી લાશ મળી આવી હતી.પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે આવી બિનવારસી લાશ તરીકે કબજો લઇ પી.એમ.માટે મોકલી હતી.

લાશ પાસેથી એક બળેલું દાતરડું મળી આવ્યું હતું અને થોડા કપડા મળી આવ્યા હતા.કેટલાક લોકોના જણાવ્યા મુજબ આ અસ્થિર મગજનો હોય બે-ત્રણ દિવસથી અહી હાઇવે ઉપર ફરતો હતો અને તેની પાસે કોથળામાં રહેલ પ્લાસ્ટિકની બોટલ અને બીજો કચરો સળગાવતો હતો અને આ ઇસમ તા.7-9ના રોજ પણ આ જગ્યાએ સાંજે બેઠેલો જોવા મળ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો