તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારાણસી બાદ સૌથી મોટો ‘દિવ્યાંગ’ કેમ્પ ગુજરાતમાં, PM નવસારીમાં મનાવશે બર્થ-ડે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: વારાણસી બાદ દેશનો સૌથી મોટો સુલભ્ય દિવ્યાંગ કેમ્પ ગુજરાતના નવસારીના આંગણે દેશના પીએમ મોદીના જન્મદિવસે (17મી સપ્ટેમ્બર) યોજાશે. નવસારી ખાતે 10 હજારથી વધુ દિવ્યાંગોને કીટ વિતરણ કરી ઉજવણી કરાશે. વારાણસીમાં દિવ્યંગોનો કેમ્પમાં 9,000 લાભાર્થીઓને લઈને ગ્રીનીસબુકમાં સ્થાન મળ્યું હતું
15 હજાર જેટલી કીટો આઠ કરોડના ખર્ચે વડાપ્રધાનના હસ્તે આપવામાં આવશે

નવસારી ખાતે સુલભ્ય દિવ્યાંગ કેમ્પમાં 10 હજારથી વધુ લાભાર્થીઓને 15 હજાર જેટલી કીટો આઠ કરોડના ખર્ચે વડાપ્રધાનના હસ્તે આપવામાં આવશે. અગાઉ વારાણસીમાં દિવ્યંગોનો કેમ્પમાં 9,000 લાભાર્થીઓને લઈને ગ્રીનીસબુકમાં સ્થાન મળ્યું હતું. જેનો રેકોર્ડ નવસારીમાં થનાર દિવ્યાંગ સુલભ્ય કેમ્પ તોડશે. જેના માટે વહીવટીતંત્રએ વિશાળમંડપ ઉભો કરવામાં આવ્યો છે જેમાં 1 લાખ લોકો વડાપ્રધાનના સંબોધનને નિહાળી શકશે.

દિવ્યંગોની સલામતી માટે 4,000 જેટલા સ્વંયમસેવકો સુરક્ષા પૂરી પાડશે
10 હજારથી વધુ આવનાર દિવ્યંગોની સલામતી માટે 4,000 જેટલા સ્વંયમસેવકો સુરક્ષા પૂરી પાડશે. આ સાથે સમાજસેવી સંસ્થાઓ અને તંત્ર દ્વારા દિવ્યંગોને જમવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દિવ્યાંગો ઉપરાંત અન્ય જીલ્લાના દિવ્યાંગોને એન્ટ્રી આપી જીલ્લાતંત્રએ વધુ ઉદારતા દાખવી છે.
કયા કયા ત્રણ રેકર્ડ બનશે

નવસારીના આંગણે ત્રણ વિશ્વ રેકોર્ડ બનવા જઇ રહ્યા છે. જેમાં પ્રથમ તા.16મી સપ્ટેમ્બરે એક હજાર જેટલા દિવ્યાંગો દિવડાઓ પ્રવજલિત કરવાનો, બીજો વિશ્વ રેકોર્ડ એક હજાર વ્હિલચેરને ચોકકસ ડિઝાઇનમાં ગોઠવવાનો અને ત્રીજો એક હજાર દિવ્યાંગોને ડિજીટલ હીયરીંગ એડ એક જ સ્થળ પર આપવામાં આવશે તેનો રેકોર્ડ બનશે.
પોલીસના વાહનો પર જીપીએસ અને એવીએલ સીસ્‍ટમ લગાવવામાં આવશે, લીમખેડા હાઇપર સિક્યોરિટી ઝોનમાં ફેરવાઇ ગયું
તસવીરો - રાજેશ રાણા, નવસારી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો