મોદીને 67માં જન્મ દિવસે 6700 ફૂલોનો 60 હજારનો હાર પહેરાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નવસારીમાં યોજાયેલા દિવ્યાંગ મેગા કેમ્પ અનેક રીતે અનોખો રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાનિક ભાજપી નેતાગીરીએ પહેરાવેલ હાર પણ અનોખો હતો. 6700 ફુલથી બનાવેલા 67 ફૂટ લાંબો હાર મોદીને પહેરાવાયો હતો. નવસારીના માળી શૈલેષ માળી દ્વારા તૈયાર કરાયેલો આ 100થી 110 કિલો વજન ધરાવતો હાર ગુલાબ, જરબેરા, ઓર્કિડ, લીલી જેવા ફુલોથી બનાવવામાં આવ્યો હતો. હારની કિંમત રૂ. 60 હજારથી વધુ થવા જાય છે. જે નવસારીના ઈતિહાસમાં પણ સંભવત: કદાચ પ્રથમ ઘટના છે.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...