તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM મોદીને બર્થ-ડે ગિફ્ટ: નવસારીમાં સૌથી મોટો ‘દિવ્યાંગ’ કેમ્પ, રચાશે વર્લ્ડ રેકોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: લીમખેડા બાદ નવસારી પહોંચેલા મોદીએ દિવ્યાંગોને સંબોધતા જણાવ્યું હતું કે હું દેશનો પ્રથમ એવો વડાપ્રધાન છું જેમને દિવ્યાંગોની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મોદીના જન્મ દિવસે નવસારીમાં ત્રણ રેકોર્ડ સર્જાયા છે. મોદીએ પણ તેમના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
નવસારીમાં ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા
મોદીએ અહીં 11,200 દિવ્યાંગોને 10 કરોડથી વધુની વિવિધ કિટ અર્પણ કરી હતી. તો સામે નવસારી નગરજનો તેમજ દિવ્યાંગોએ પણ બે વર્લ્ડ રેકોર્ડ સર્જીને મોદીને જન્મદિનની ભેટ આપી છે. અહીં 1,000 દિવ્યાંગો અને વાલીઓએ મળીને ટ્રાયસિકલ પર બેસીને હેપી બર્થ-ડે પીએમની ડિઝાઈન બનાવી હતી. અગાઉ અમેરિકાના નામે આ રોકોર્ડ હતો, જ્યાં 346 દિવ્યાંગોએ વ્હીલચેર પર બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. હવે આ રેકોર્ડ નવસારીના નામે સ્થાપિત થયો છે. દિવ્યાંગોને હિયરિંગ એડ આપવાનો 540નો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, જ્યારે નવસારીમાં 2500થી વધુ હિયરિંગ એડ આપી બીજો વર્લ્ડ રેકોર્ટ કર્યો હતો.
30 સેકન્ડમાં 989 દીપ પ્રજ્વલિત કરવાનો ગિનીસ બુકમાં નવો વર્લ્ડ રેકોર્ડ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની પૂર્વસંધ્યાએ સંસ્કારી નગરી નવસારી ખાતે 30 સેકન્ડમાં 989 દીપ પ્રજ્વલિત કરવાનો ગિનીસ બુકમાં નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. આ અગાઉ આ રેકોર્ડ સ્પેનના નામે 500 દીપ પ્રજ્વલિત કરવાનો હતો. ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ અને એલીમ્કો દ્વારા નવસારી જિલ્લા વહીવટીતંત્રના સહયોગ વડે આ રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. જેના પગલે નવસારી વિશ્વસ્તરે અંકિત થશે.

દિવ્યાંગોને અવગડતા ન પડે તે માટે મોદીએ કરી વિનંતી
મોદીએ પોતાનું ભાષણ પુરુ કર્યા બાદ સભામાં હાજર લોકોને ખાસ વિનંતી કરી હતી. મોદીએ કહ્યું હતું કે અહીં મોટી સંખ્યામાં દિવ્યાંગો પધાર્યા છે. આથી એ લોકોને બહાર નીકળવામાં કોઈ અગવળતા ન પડે તે જોવાની જવાબદારી આપણી છે.
નવસારીનો રેકોર્ડ તોડવો મુશ્કેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દુનિયાના નકશા પર નવસારી સ્વર્ણિત અક્ષરે નામ અંકિત કર્યું છે. ત્રણ રેકોર્ડ બ્રેક કર્યા છે. અગાઉના વર્લ્ડ રેકોર્ડ કરતાં પણ મોટો કૂદકો માર્યો છે. આ રેકોર્ડ તોડવો મુશ્કેલ પડશે. તેમાં પણ દિવ્યાંગજનોના આ રેકોર્ડથી વાતને ચાર ચાંદ લાગી જાય છે. આજે દિવ્યાંગજનોની સમવેદનાનું શીરમોર બની ગયું છે નવસારી. નરેન્દ્ર મોદીને ભેટમાં અપાયેલા 67 લાખનો ચેક તેમણે દિવ્યાંગ સ્કીલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટને દાન આપ્યા હતાં. આ મામલે નરેન્દ્ર મોદીએ ભાવુક બનીને જણાવ્યું હતું કે સમાજ આખાની લાગણીને સ્પર્શે અને પ્રત્યેક વ્યક્તિને જવાબદારીનો ભાવ પેદા થાય ત્યારે કોઈ સમસ્યા રહેતી નથી.
હોતી હૈ ચલતી હૈનો જમાનો પૂરો થયો
હું ભાગ્યશાળી છું કે મને દિવ્યાંગજનોની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે કારણ કે આઝાદીના 70 વર્ષ પછી અને ડઝન કરતાં વધુ વડાપ્રધાન થઈ ગયા છતાં હું પ્રથમ વડાપ્રધાન છું કે જેઓ દિવ્યાંગના આવા કાર્યક્રમમાં હાજર રહેવાનો મોકો મળ્યો. અગાઉની સરકાર પર પ્રહાર કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હોતી ચલતી હૈ, અને દેખેંગાના જમાના પૂરા થઈ ગયા છે. ભારતની અપારક્ષમતા પ્રત્યે વિશ્વ આકર્ષાયું છે ત્યારે સવા સો કરોડ દેશવાસીઓએ આ તક જડપવાની તૈયારી બતાવવી પડશે. આ અવસર ચૂકી જવો ન જોઈએ.
સ્વચ્છતા અભિયાનનું બિજ ધીમેધીમે વટવૃક્ષ બનશે

આઝાદી પછી પ્રથમ વખતે દેશની સંસદમાં સ્વચ્છતા પર કલાકો સુધી ચર્ચા થઈ હોવાનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે સ્વચ્છતા અભિયાનને કારણે દેશમાં જાગૃતતા આવી છે. જેમાં એક નાનો ટેળિયો પણ તેના દાદાને જાહેરમાં કચરો ફેંકતા કે છે કે મોદી દાદાએ ના પાડી છે. આ અભિયાનનું બિજ ધીમેધીમે વટવૃક્ષ બનશે.
દિવ્યાંગો માટે સરકારે કોમન સાઈનિંગ લેંગ્વેજ માટે ખાસ લેબ બનાવી

દિવ્યાંગો અંગે તેમની સરકારે શરૂ કરેલા સુગ્યમ ભારત અભિયાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે શૌચાલયો, ઓફિસો અને રેલવેમાં દિવ્યાંગો માટે ક્યારેય વ્યવસ્થાનો વિચાર કરવામાં આવ્યો નહતો. પરંતુ જો સરકારમાં જાગૃતતા હોય તો સમાધાનના રસ્તા મળી જાય છે. અગાઉ સામાજીક ન્યાય અધિકારી વિભાગ પર બહુ ધ્યાન આપવામાં આવતું નહોતું પરંતુ આ વિભાગોને સાઈડ પોસ્ટિંગ કહેવાતું અને તે ડિવેલ્યુએશન થતું હતું. પરંતુ આ સંવેદનશીલ સરકારે આ વિભાગને સેન્ટ્રલ સ્ટેજમાં લાવી છે. કેન્દ્ર સરકારે કોમન સાઈનિંગ લેંગ્વેજ માટે એક ખાસ લેબ બનાવી તેનો અલાયદો કાયદો પણ તૈયાર કર્યો છે. સ્વચ્છતા હોય કે પછી દિવ્યાંગોનો મામલો હોય ઉપેક્ષિત કામો અને ઉપેક્ષિત વર્ગો જેના માટે સંવેદના જોઈએ અને આ સંવેદના અમારી સરકારે સહજ સ્વભાવે સ્વીકારી લીધી છે.
દિવ્યાંગને દયાભાવ નહીં સ્વાભિમાન આપો
દિવ્યાંગોને દયા નહીં સ્વાભિમાનથી જીવવાની ઈચ્છા છે. તેઓ માત્ર સારા વ્યવહારની અપેક્ષા રાખે છે. દિવ્યાંગોની શક્તિને ઓછી આંકવી નહીં. દિવ્યાંગની પેરા ઓલિમ્પિકમાં 4 ગોલ્ડમેડલ પ્રાપ્ત કરીને દિવ્યાંગોએ તેમની તાકાતનો પરચો બતાવ્યો હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરતા કરી હતી. તેમાં 11 હજાર કરતા વધુ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે ત્રણ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયા હતા.મોદીએ ઉમેર્યું હતું કે દુનિયાના નકશા પર આજે નવસારીએ સુવર્ણ અક્ષરે પોતાનું નામ અંકિત કર્યું છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલી પણ ઉપસ્થિત રહ્યા હતા.

હું તમારા સંસ્કારને આંચ નહીં આવવા દઉં

ગુજરાતની જનતાનો ઋણ સ્વિકાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે આ પ્રધાન સેવકનું ગડતર તમે બધાંએ કર્યું છે તમે મને ઉછેર્યો છે મોટો કર્યો છે. ઉણપો દૂર કરવા જાગૃત પ્રયાસો કર્યા છે ગુજરાતે ઘણું બધું શીખવાડ્યું છે. માનવતા, સંવેદના અને સદભાવનના સંસ્કાર આ ધરતીએ મને આપ્યા છે. ત્યારે મારા જન્મદિવસે સૌને સર જુકાવીને નમન કરું છું અને ઋણ જુકાવીને તમે મને જે સંસ્કાર આપ્યા તે હું દિલ્હીમાં હોઉ કે દુનિયાના કોઈ પણ ખુણે હોઉં તમારા સંસ્કારને આંચ નહીં આવવા દઉં.
સરકારી કચેરીમાં દિવ્યાંગો માટે વધારાની લિફ્ટ મૂકવામાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે સુરત, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર ખાતેની તમામ સરકારી કચેરીમાં દિવ્યાંગોને માળ પર જવા માટે તકલીફ નહીં પડે તે માટે વધારાની લિફટ મુકાશે.

રમતગમતમાં પ્રોત્સાહન આપવા 5 જગ્યાએ સ્પોર્ટસ સેન્ટર : ગહલોત

કેન્દ્ર સરકારના મંત્રી થાવરચંદ ગહલોતે જણાવ્યું હતું કે દિવ્યાંગોના ઓલમ્પિકમાં ભારતને ફાળે ચાર મેડલ આવ્યા છે. દિવ્યાંગોને રમતગમતમાં તાલીમ મળે તે માટે દેશમાં 5 જગ્યાએ સ્પોર્ટસ સેન્ટર શરૂ કરાશે.
એરપોર્ટ એક્શન કમિટી PM મોદીને પત્ર લખશે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
તસવીરો - રાજેશ રાણા, નવસારી


અન્ય સમાચારો પણ છે...