તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીઃ અઝાન સાંભળી PM મોદીએ 4 મિનિટ સુધી અટકાવ્યું ભાષણ, 2016નું કર્યું પુનરાવર્તન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ બે દિવસમાં 8 જાહેર સભા સંબોધી છે. ત્યારે બુધવારે નવસારી ખાતેની ચોથી અને અંતિમ સભામાં દોઢ વર્ષ પહેલાં ઘટેલી ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું હતું. પીએમ મોદી નવસારીના લુન્સીકૂઈ મેદાનમાં ભાષણ કરી રહ્યાં હતા ત્યારે નજીકમાં રહેલી મસ્જિદમાંથી અઝાન થતાં પીએમએ પોતાનું ભાષણ 4 મિનિટ સુધી અટકાવ્યું હતું. આ પહેલાં પણ 2016માં પશ્ચિમ બંગાળના ખડગપુરમાં ચૂંટણી સભા સંબોધતાં અઝાન થતાં વડાપ્રધાને પોતાનું ભાષણ અટકાવ્યું હતું.

 

અઝાન સાંભળી મોદીએ અટકાવ્યું ભાષણ

 

- પીએમ મોદી બુધવારે નવસારીના લુન્સીકૂઈ મેદાન ખાતે ચોથી અને અંતિમ સભા સંબંધી રહ્યાં હતા ત્યારે નજીકમાં આવેલી મસ્જિદમાં બંદગી માટે અજાન શરૂ થઈ હતી.

- પીએમ મોદી અજાન સાંભળતા જ પોતાનું ભાષણ અટકાવ્યું હતું. લગભગ 3થી 4 મિનિટ સુધી મોદીએ પોતાનું ભાષણ અટકાવ્યું હતું.

- અઝાન પૂરી થયાં બાદ વડાપ્રધાને ફરી પોતાનું ભાષણ શરૂ કર્યું હતુ.

 

દરેક ધર્મને સન્માન આપવું જરૂરી છે - મોદી

 

- આ પહેલાં 26 માર્ચ, 2016નાં રોજ પીએમ મોદી પશ્ચિમ બંગાળના ખડગપુરમાં ચૂંટણી સભા સંબોધી રહ્યાં હતા ત્યારે ગોલબારી મસ્જિદમાંથી પ્રાર્થના માટે મુઝીને અઝાન કરી હતી.

- અઝાન સાંભળતા જ પીએમ મોદીએ પોતાનું ભાષણ 4 મિનિટ સુધી અટકાવ્યું હતું.

- આ અંગે મોદીએ કહ્યું હતું કે, “ આ અમારી પરંપરા છે. આપણે દરેક ધર્મને સન્માન આપવું જોઈએ તેમજ તેમની પરંપરા અને રિવાજોનું આદર કરવું જોઈએ. જો આપણે આ રીતે દરેક ધર્મને સન્માન આપીશું તો જ ભારતની અખંડતતા કાયમ રહેશે.”

અન્ય સમાચારો પણ છે...