હવે હું પણ મોબાઈલ ઓપરેટ કરી શકીશ, મોદીજી દિવ્યાંગોને આપ્યા સ્માર્ટ ફોન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: દિવ્યાંગોને દયા નહીં સ્વાભિમાનથી જીવવાની ઈચ્છા છે. તેઓ માત્ર સારા વ્યવહારની અપેક્ષા રાખે છે. પેરા ઓલિમ્પિકમાં 4 ગોલ્ડમેડલ પ્રાપ્ત કરીને દિવ્યાંગોએ તેમની તાકાતનો પરચો બતાવ્યો હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મ દિનની ઉજવણીમાં કરી હતી. નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં 931 ટ્રાયસિકલ, 1388 વ્હિલચેર, 1470 કચેસ, 977 વોકિંગ સ્ટીક, 407 બ્રેલકેન 2597 એન.એમ.આઇ.ડી. કિટ, 64 સેરેબલ પાલ્સી ચેર, 14 એ.ડી.એલ.કિટ લેપ્રસી, 870 સ્માર્ટ ફોન, 443 દિવ્યાંગોને ડેઝીપ્લેયર, 3568 કાનના મશીન, 953 લાભાર્થીને કેલીપર્સનું વિતરણ કરાયું હતું.
હવે મારી પાસે પણ પોતાનો મોબાઈલ

મને ખબર ન હતી કે હું પણ મોબાઈલ ઓપરેટ કરી શકીશ. આજે મને નવસારીમાં આ મોબાઈલ કિટનો લાભ મળ્યો છે. ઘરે જઈ તેનો હું ઉપયોગ કરીશ. હવે મારી પાસે પણ મારો પોતાનો મોબાઈલ છે તેથી મને બહુ ખુશી થાય છે. મોદીસાહેબનો આભાર. - રોનક ટંડેલ, દિવ્યાંગ, રાણાભાઠા (જલાલપોર)
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...