તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશભરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર પથારાયેલી છે ગુજરાતના આ ગામની માટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: ક્રિકેટની દુનિયામાં પીચ (વિકેટ) મહત્ત્વનું પાસુ છે. પીચના આધારે જ ક્રિકેટરો પોતાની આગવી અદામાં રમત રમે છે અને પીચને પારખી જનારા ક્રિકેટરો વિશ્વ વિક્રમ કરવામાં મોખરે રહે છે. દેશમાં બનાવાયેલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવી અનેક ઉત્કૃષ્ટ રમત દાખવીને વિશ્વના ખેલાડીઓએ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 2011ના વિશ્વકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ હતી અને ભારત વિજયી થયું હતું. ભારતે જીતેલા વિશ્વકપ સહિતની ઐતિહાસિક પળો અને અનેક રેકોર્ડની દેશભરની પીચ સાક્ષી બની છે. દેશભરના આવા ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ નવસારી (અજરાઈ-પાથરી)ની માટીથી બનાવાયેલી છે. આ બાબત નવાઈ પમાડે તેવી છે પરંતુ તે હકીકત છે.
અજરાઈ-પાથરી ગામના વિસ્તારમાં આવી છે પીચલાયક માટી

દેશમાં જાણીતા મુંબઈના વાનખેડે, દિલ્હીના ફિરોઝ શાહ કોટલાથી લઈ ઘણાં મોટા મેદાનો પર બનાવાયેલી પીચ (વિકેટ)માં નવસારી (અજરાઈ-પાથરી)ની માટીનો ઉપયોગ થયો છે. ગણદેવી તાલુકાના અજરાઈ-પાથરી ગામના એક વિસ્તારમાં આવી પીચલાયક માટી આવેલી છે. જેને રેડ સોઈલ અથવા લાલ માટી તરીકે ઓળખવામાં આવે છે. આ માટી પીચ બનાવવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે અને તેની ગુણવત્તાના આધારે જ દેશભરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર બનાવાયેલી પીચ પર નવસારીની માટીનો ઉપયોગ કરાયો છે જે નવસારીવાસીઓ માટે ગૌરવપૂર્ણ બાબત બની રહી છે. હાલ લાલ માટીનો વિસ્તાર ખાનગી માલિકી હસ્તગત છે.
આ માટીની પસંદગી માજી રણજી ક્રિકેટર નારાયણ સાઠમે કરી હતી

અગાઉ 30 વર્ષ પહેલા નવસારીના ગણદેવી ખાતે કોઈક કાર્યક્રમમાં 75 જેટલી ક્રિકેટ મેચ રમી ચૂકેલા અને ખૂબ જ જાણીતા બનેલા માજી રણજી ક્રિકેટર અને પીચ ક્યુરેટર એવા નારાયણ સાઠમ આવ્યા હતા. લાલ માટી અંગે કોઈકે તેમનું ધ્યાન દોર્યું હતું અને તેઓ કેટલોક જથ્થો લઈ ગયા હતા. ત્યારથી આ માટી વપરાય છે.
માટીના કણ નજીક હોવાથી તે ઘટ્ટ રહે છે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો