તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી: સાતેમથી કદાવર દીપડો પાંજરે પુરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નવસારી તાલુકાના સાતેમ ગામે ફાર્મમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. આ સાતેમ વિસ્તારમાં હજી પણ દીપડા હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેથી લોકો મોડી રાત્રે ઘરની બહાર નીકળવાની ટાળી રહ્યા છે અને ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
 
હજી પણ એક દીપડો ફરતો હોવાની વાતને લઈને લોકોમાં ભયનો માહોલ
 
નવસારી તાલુકાના સાતેમ ગામની ખેતરાડીમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાની જોડી દેખાતા લોકોમાં ભયનું વાતવરણ સર્જાયું હતું. અવારનવાર આ દીપડા દેખાતા આ બાબતે સ્થાનિક અગ્રણીઓએ વન વિભાગને દીપડાઓ ફરતા હોવાની રજૂઆત કરી હતી.
 
બકરા અને કૂતરાનો શિકાર કર્યો હતો

ગામમાં દીપડા હોવાનું કૂતરાના શિકાર થયા બાદ લોકોના ધ્યાન ઉપર આવ્યું હતું. ઉપરાંત ગામમાંથી પશુપાલકોને ત્યાં બકરાનો દીપડાએ શિકાર કર્યો હતો. વધુમાં ખેતરમાં દીપડાના પંજા જોવા મળ્યા હતા. ગામના કેટલાક યુવકોએ દીપડાને નહેર વિસ્તારમાં રહેતા જોયા હતા. જે વાત વાયુવેગે ગામમાં પ્રસરતા લોકોમાં ભય છવાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો