તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી: વિદેશમાં વસતા પરિજનો ઓનલાઇન કરે છે શ્રીજીનાં દર્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: સમગ્ર દેશ અને દુનિયામા ગણેશપતિદાદાની આરાધના થઈ રહી છે અને આધુનિકતાના ખ્યાલથી ગણપતિદાદાના મંડપોની સજાવટ પાછળ લાખો-કરોડો ખર્ચાઈ રહ્યા છે ત્યારે નવસારીના એક ગણપતિ મંડળે નરેન્દ્ર મોદીના ડિજીટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા અને વડીલો તથા વિદેશમાં વસતા પરિજનોને ધ્યાને રાખી ઓનલાઈન દર્શન કરી શકાય તેના માટે માત્ર રૂ.10 હજારમાં એન્ડ્રોઈડ એપ્લીકેશન બનાવી છે.

માત્ર રૂ.10 હજારના નજીવા ખર્ચે એપ્લીકેશન તૈયાર કરવામાં આવી

ડિજીટલ ઈન્ડિયાના વિચારે 3જી અને 4જી સેવાનો વ્યાપ વધારી દીધો છે, તમામ વ્યક્તિ ઓનલાઈન રહી દુનિયા સાથે જોડાઈ રહેવાનો પ્રયાસ કરતો હોય છે ત્યારે નવસારી શહેરના શિવપાર્વતી સોસાયટીના શિવ મંડળે ગણપતિબાપાને ઓનલાઈન કરી દીધા છે. ઘરમાં બેઠેલા વડીલો કે જે ચાલી શકે, ઘરકામ કરતી મહિલાઓ, વિદેશમાં વસતા સ્વજનો કે મિત્રો પોતાના વિસ્તારના ગણપતિદાદાના દર્શન કરી શકે તેના માટે પ્રયાસ કર્યો છે. પોતાના મિત્ર વર્તુળમાંથી કેમેરા, કમ્પ્યૂટર અને બીજી થોડી ઘણી સામગ્રી વસાવી માત્ર રૂ.10 હજારના નજીવા ખર્ચે એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. આઈ.વી.એમ.એસ 4500 પર એપ્લીકેશન બનાવી છે, જેમાં એન્ડ્રોઈ ફોનના પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી આઈપી એડ્રેસ નાંખવાથી સીધા ગણપતિબાપાની આરતી સાંભળી શકાય છે તથા દર્શન કરી શકાય છે.

વિદેશમાં પણ લાઈવ જોઈ શકાય એવી વ્યવસ્થા કરી

જમાલપોર શિવ પાર્વતી મંડળના અગ્રણી પંકજભાઈ નાયકે જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાંથી વિદેશમાં ભણવા માટે કે પરણીને ગયેલા લોકો વિદેશમાં રહીને પણ ફાળો મોકલાવે છે પરંતુ તેઓ જોઈ શક્તા હતાં માત્ર ફોટા બતાવવા પડતા હતા. અમે ડિજીટલ ઈન્ડીયામાંથી પ્રેરણા લઈને સોસાયટીના યુવાનોએ એપ્લીકેશન બનાવી વિદેશમાં પણ લાઈવ જોઈ શકાય એવી વ્યવસ્થા કરી છે.

ઘરમાં કામ કરતા કરતા પણ આરતીમાં ભાગ લઈ શકીએ છીએ

મોબાઈલ એપ્લીકેશન પર ગણપતિ બાપાના દર્શન કરનાર શિવ પાર્વતીના રહીશોએ જણાવ્યું હતું કે અમારા માટે ખુબ સારું છે અમે ઘરમાં કામ કરતા કરતા પણ આરતીમાં ભાગ લઈ શકીએ છીએ અને વિદેશમાં મારી દીકરી રહે છે લોકો પણ કાર્યક્રમને માણી શકે છે.

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો