તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમલસાડ: ટ્રક સાથે દારૂની ખેપ મારતી કાર આકસ્માત, સ્થળ પર એકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમલસાડ: અમલસાડ-અબ્રામા કોસ્ટલ હાઈવે ઉપર ગતરાત્રિએ ખરસાડ-સરાવ ગામની સીમમાં એક દારૂ ભરેલી કાર અને ટ્રક સામસામે અથડાતા દારૂની ખેપ મારતા કારમાં સવાર યુવાનનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે ઘટનાસ્થળેથી કાર અને ટ્રકના ચાલક ફરાર થઈ ગયા હતા.

 

શરીરે ગંભીર ઈજા પહોંચતા કારમાં જ મોત નીપજ્યું 


રવિવાર રાત્રિના 10.30થી 11 કલાકની આસપાસ અમલસાડથી અબ્રામા તરફ એક નંબરપ્લેટ વગરની નવીનકોર સફેદ કલરની ફોર્ડ કંપનીની કારમાં કારચાલક સહિત સવાર ગણદેવી બંધારા ફળિયાનો રહીશ મિતેશ મહેશભાઈ પટેલ (ઉ.વ.આ. 23) દમણ બનાવટની વ્હિસ્કી, બિયર ભરેલી કાર અબ્રામા તરફ પૂરઝડપે જઈ રહ્યા હતા. એ સમયે અબ્રામા તરફથી અમલસાડ તરફ ચીકુ ભરેલી ટ્રક (નં. આરજે-22-જીએ-215) જઈ રહી હતી. એ દરમિયાન સામેથી આવતી કારના ચાલકે ગફલતભરી રીતે હંકારતા ટ્રકમાં અથડાવતા ચાલકની બાજુમાં બેઠેલો મિતેશ પટેલને શરીરે ગંભીર ઈજા પહોંચતા કારમાં જ મોત નીપજ્યું હતું.

 

કાર ચાલક આબાદ બચાવ થતા ત્યાંથી નાસી છૂટ્યો


જ્યારે ચાલકનું એરબેગ ખુલી જતા તેનો આબાદ બચાવ થતા ત્યાંથી નાસી છૂટ્યો હતો, જ્યારે ટ્રકચાલક પણ સ્થળ ઉપર ટ્રક મુકી નાસી છૂટ્યો હતો. જોકે આ બાબતે તપાસ કરનાર જલાલપોર પીએસઆઈ કે.કે. સુરતીએ જણાવ્યું કે ટ્રકચાલકે સામેથી બનાવ બાબતે જાણ કરી હતી અને આજ સાંજ સુધીમાં હાજર થઈ જશે એવી વાત જણાવી હતી. રાત્રિના સમયે જલાલપોર પોલીસ સ્થળ ઉપર અંદાજિત 12.30 કલાકની આસપાસ ધસી આવી મૃતક યુવાનને કારમાંથી કાઢી મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલમાં લઈ ગયા હતા.

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, દારૂની બોટલો કે બિયરનો જથ્થો હાથ લાગ્યો ન હતો....

અન્ય સમાચારો પણ છે...