તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખારેલ: ડિવાઈડર સાથે બાઈક અથડાતાં ચાલકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ: 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં.8 ઉપર ખારેલ પાસે એક બાઈક સવારે કાબુ ગુમાવતા ડિવાઈડરમાં અથડાતા અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે મૂળ ચીખલી તાલુકાના રાનવેરીખુર્દના વતની ચંદુભાઈ છાયલાભાઈ પટેલ ઓ.એન.જી.સી.ભરૂચ ખાતે નોકરી કરતા હોય અને આજે સાંજે 5.30 કલાકે પોતાના ગામથી ભરૂચ બાઈક પર જતા હતા.
 
ડિવાઈડર સાથે બાઈક અથડાતાં ચાલકનું મોત
 
એ દરમિયાન ખારેલ ઓવરબ્રિજ પછી બાઈક ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઈડરમાં અથડાઈ રોડ ઉપર પટકાય ઇલેક્ટ્રિક થાંભલામાં અથડાયા હતા. તેમને માથામાં થયેલી ગંભીર ઈજાને પગેલ તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે પહેલા ચંદુભાઈની ઓળખ થઇ શકી ન હતી, કેમકે તેમનો મોબાઈલ પણ તૂટી ગયો હતો પરંતુ ચંદુભાઈના કોઈ સગા અહીંથી પસાર થતા હતા તેમણે લાશને જોઇને ઓળખી બતાવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે આવી લાશનો કબજો લઇ પીએમ માટે ગણદેવી લઇ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...