તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગના અનેક પંથકોમાં ઝરમરીયો વરસાદ, સમગ્ર વિસ્તારમાં શીતલહેર વ્યાપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા, શબરીધામ, સુબીર અને વઘઈ સહિત અનેક પંથકોમા સોમવારે દિવસભર મધ્યમ સ્વરૂપનો વરસાદ અવિરતપણે ચાલુ રહેવા અહીંના સમગ્ર વિસ્તારમાં શીતલહેર વ્યાપી ગઈ છે. જેને પગલે ડાંગી ખેડૂતો ઉત્સાહભેર રોપણીના કામમાં જોતરાયા છે. રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના અનેક પંથકોમાં વરસાદે તાંડવ કર્યા બાદ રવિવારથી વિરામ લીધો હતો. જે બાદ અમુક પંથકમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. જ્યારે અમુક પંથકો છેલ્લા બે દિવસથી કોરાકટ રહ્યા હતા.
વાવણી લાયક વરસાદથી ખેડૂતો પાક અોરવાના કામમાં જોતરાયા

સોમવારના રોજ વાતાવરણે ફરી રૂખ બદલતા ગિરિમથક સાપુતારા, બોરખલ, ચીંચલી, શબરીધામ, સુબીર, સિંગાણા, કાલીબેલ, ભેંસકાતરી, મુખ્ય મથક આહવા, વઘઈ અને સાકરપાતળ સહિત પંથકોમાં કોઈક ઠેકાણે ઝરમરીયો તો કોઈ ઠેકાણે મધ્યમ સ્વરૂપે વરસાદ દિવસભર પડતા અહીંના સમગ્ર પંથકોમાં પાણી પાણી થઈ ગયું હતું. જેમાં સોમવારે ધીમી ગતિથી પડી રહેલા વરસાદના પગલે આદિવાસી ખેડૂતો પોતાના ખેતરોમાં રોપણી સહિત વિવિધ પાકોને ઓરવાના કામમાં જોતરાય જતા અહીંનું વાતાવરણ ખેતીમય બન્યું છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો