તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં તાપમાન 37 ડિગ્રી થતાં બપોરે ગરમીમાં વધારો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: નવસારીમાં આજે મંગળવારે બપોરે તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચતા ગરમીમાં વધારો થયો હતો. નવસારી પંથકમાં પુન: તાપમાન વધવાનુ શરૂ થયું છે. રવિવારે બપોરે તાપમાન 33 ડિગ્રી નોંધાયા બાદ ગઈકાલે રવિવારે તેમાં વધારો થઈ તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું હતું. આજે મંગળવારે પણ તાપમાનમાં વધારો થયો હતો. બપોરના સમયે પારો 37 ડિગ્રીએ પહોંચ્યો હતો. તાપમાન 37 ડિગ્રી થતા લોકોએ ઉનાળાની ગરમીનો અનુભવ કર્યો હતો.
 
મંગળવારે બપોરે ભેજનું પ્રમાણ ઘટી 20 ટકા જ રહ્યુ
 
આજે જોકે સવારના સમયે લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી (સોમવારે 21 ડિગ્રી) નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે 77 ટકા અને બપોરે 20 ટકા રહ્યું હતું. પવન સરેરાશ 5.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ દિશાનો રહ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન વધવાની આગાહી કરી છે ત્યારે નવસારીમાં પારો ક્યાં સુધી જાય એ જોવું રહ્યું !!! હાલ ત્રણ દિવસથી તાપમાનમાં ઉતરોઉત્તર વધારો નોંધય રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો