તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં કૂટણખાનું ઝડપાયું, 3 રૂપલલના સહિત 5ને SOGએ ઝડપી લીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નવસારીમાં ઘેલખડી વિસ્તારમાં ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના ભાડાના મકાનમાં ચાલતા કૂટણખાનું નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ પકડી પાડ્યું હતુ. એસઓજીની ટીમે 1 લલના સહિત દેહવિક્રયના ધંધામાં દલાલી કરતી 2 મહિલા અને 2 પુરૂષ સહિત કુલ 5 જણાંની ધરપકડ કરી વધુ તપાસ ટાઉન પોલીસને સુપરત કરી છે. નવસારી સ્પેશ્યલ ગ્રુપ (એસઓજી)માંથી મળતી માહિતી મુજબ નવસારીના ઘેલખડી વિસ્તારમાં રાણા કંપાઉન્ડમાં રામધૂની ગુપ્તાના મકાનમાં પહેલા માળે ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીની ઓફિસ આવેલી છે. જે ભાડા પેટે આપવામાં આવી છે. તેમાં એઈડ્સ બાબતે જનજાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવે છે.
2 પ્રચારિકાની સંડોવણી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી

એક ઉમદા ઉદ્દેશ સાથે સોસાયટીનું કામ કરવાને બદલે આ મકાનમાં દેહવિક્રય (કૂટણખાનુ) શરૂ કરી દેવાયું હતુ. જેમાં આ એઈડ્સ કંટ્રોલ સોસાયટીમાં જનજાગૃતિ ફેલાવવાનું અને એઈડ્સ સંદર્ભે લોકોને સચેત કરવાની કામગીરી કરતી 2 પ્રચારિકાની જ સંડોવણી બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જલાલપોરની અનુબેન પટેલ (નામ બદલ્યુ છે) તથા જૂનાથાણાની જયશ્રીબેન (નામ બદલ્યુ છે)એ અન્ય દલાલ મહમદ મકબુલ ડગરા (રહે. રંગુનનગર, નવસારી) અને નિલેશ ભાવસાર (તાશ્કંદનગર, નવસારી)ની મદદથી ગ્રાહકો બોલાવી દેહવિક્રયનો ધંધો શરૂ કરી દીધો હતો.
2 મહિલા અને 2 પુરૂષ દલાલ મળી કુલ 5 જણાંને રંગેહાથ ઝડપી પાડ્યો

આ બાબતની માહિતી એસઓજીને મળતા જ પીઆઈ એસ.બી. શેખ તથા તેમની ટીમે ઘટનાસ્થળે ધસી જઈ રેડ કરતા લલના સહિત 2 મહિલા અને 2 પુરૂષ દલાલ મળી કુલ 5 જણાંને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી રૂ. 51,935ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં જમાદાર કિશોરભાઈ ગુલાબભાઈએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની વધુ તપાસ ટાઉન પોલીસે હાથ ધરી છે.
તમામ તસવીરો: રાજેષ રાણા, નવસારી
નવાસરી શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ તપાસ જરૂરી, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો