તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Navsari: Mercury In The Afternoon Dipped To 5 Deg C, Cold For Two Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીઃ બપોરે પારો 5 ડિગ્રી ગગડી ગયો, બે દિવસથી ઠંડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી: નવસારીમાં બુધવારે આખો દિવસ તાપમાનમાં ઘટાડો અને ભેજના પ્રમાણમાં વધારો થતા શીતલહેરનો અનુભવ લોકોએ કર્યો હતો. મંગળવારે રાત્રે વરસાદ પડતો રહ્યો હતો.  ‘ઓખી’ વાવાઝોડાની અસર હેઠળ નવસારી પંથકમાં ગત મોડી સાંજથી રાત્રિ દરમિયાન વરસાદ જારી રહ્યો હતો. નવસારીને અડીને આવેલા જલાલપોર તાલુકામાં પણ પણ રાત્રે વરસાદ પડ્યો હતો. આજે બુધવારે સવારથી સાંજ સુધી વાદળછાયુ વરસાદી વાતાવરણ તો રહ્યું પરંતુ વરસાદ નહીંવત પડ્યો હતો. બુધવારે સવારથી સાંજ સુધીમાં માત્ર 1 મિ.મિ. જ વરસાદ પડ્યો હતો.

 

બુધવારે સાંજે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન નવસારીમાં 20 મિ.મિ. અને જલાલપોરમાં 18 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. રાત્રિ દરમિયાન પડેલા વરસાદના કારણે નવસારી પંથકમાં માર્ગો તથા કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.  બુધવારે નવસારીમાં વરસાદ તો નહીંવત પડ્યો પરંતુ આખો દિવસ વાદળછાયુ વરસાદી વાતાવરણ રહ્યું હતું. બુધવારે સવારે તાપમાન 20.5 ડિગ્રી નોંધાયા બાદ બપોરના સમયે પણ તાપમાન માત્ર 15.5 ડિગ્રી જ રહ્યું હતું.

 


 હવામાં ભેજનું પ્રમાણ સવારે 98 ટકા અને બપોરે પણ 91 ટકા જેટલું વધુ રહ્યું હતું. બુધવારે આખોય દિવસ તાપમાનના ઘટાડા સાથે ભેજનું પ્રમાણ વધુ રહેતા વાતાવરણ ઠંડકભર્યું રહ્યું હતું અને લોકોએ શીતલહેરનો અનુભવ કર્યો હતો. આજે સતત ત્રીજા દિવસે નવસારી પંથકમાં સૂર્યપ્રકાશે દર્શન દીધા ન હતા અને ઓખીની અસર તળે વાદળછાયુ ઠંડકભર્યું વાતાવરણ રહ્યું હતું. આખોય દિવસ મહત્તમ લોકો ગરમવસ્ત્રો, સ્વેટર પહેરેલા જોવા મળ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે શિયાળાની મોસમ શરૂ થયા બાદ હજુ સુધી ફુલગુલાબી ઠંડી પડી ન હતી, પ્રથમ વખત લોકોએ ‘ઓખી’ની અસર તળે  ઠંડીનો અનુભવ કર્યો હતો.

 
 અહીં ઉલ્લેખનીય છે કે ગતરાત્રે નવસારી-જલાલપોર તાલુકા ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. બુધવારે સાંજે પુરા થતા 24 કલાક દરમિયાન ગણદેવીમાં 18 મિ.મી., ચીખલીમાં 29 મિ.મી., ખેરગામમાં 27 મિ.મી., વાંસદામાં 19 મિ.મી. નોંધાયો હતો.

 

 

પવનની ગતિ ઓછી રહેતા ખેતીમાં ઓછી નુકસાની


‘ઓખી’ વાવાઝોડાને કારણે નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી થઈ હતી. આ આગાહી મુજબ વરસાદ તો પડ્યો પરંતુ વધુ પવન ફૂંકાયો ન હતો, જેથી ખેતીમાં વધુ નુકસાની થઈ ન હોવાનું જાણકારો જણાવે છે. એવોર્ડ વિજેતા પ્રગતિશીલ ખેડૂત ગણદેવાના સંજય નાયકે જણાવ્યું કે જો ભારે પવન ફૂંકાયો હોત તો ચીકુના પાકને વધુ નુકસાન થઈ શકતે ! ઉપરાંત શાકભાજીના છોડ, શેરડી, કેળ વગેરેનો પાક પડી જવાની પૂરી શક્યતા હતી, જે પાક બચી જવા પામ્યો છે. હા, વરસાદના કારણે ડાંગરના પૂરેટીયા જે ખુલ્લામાં ઘણાં પ્રમાણમાં હતા તે નુકસાની પામ્યા છે. જિલ્લા ખેતીવાડી વિભાગને મળેલા પ્રાથમિક રિપોર્ટમાં પણ ડાંગરના પૂરેટીયા નુકસાની પામ્યાની માહિતી મળી હોવાનું ખેતીવાડી અધિકારી સી.આર. પટેલે જણાવ્યું હતું.

 

 

આગામી બે થી ચાર દિવસ સુધી શીતલહેર યથાવત રહેશે


નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત ઓખી સાયકલોનને પગલે લો પ્રેશર બનવાથી આગામી 2થી 4 દિવસ સુધી શીતલહેર અને વાદળછાયુ વાતાવરણ યથાવત રહેશે. સાયકલોનને કારણે જ આ શીતલહેર વધી છે જે રીતે સાયકલોન રહ્યું એજ રીતે તેની અસર પણ રહેશે અને તે ધીમે ધીમે દૂર થશે. તેના કારણે જ સમગ્ર દ.ગુજરાતમાં આ શીતલહેર અને વાદળછાયુ વાતાવરણ યથાવત રહેશે. ડો. નિરજકુમાર, હવામાનશાસ્ત્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો