તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી: શ્રીજીને 154 કિલોનું સમોસુ ચઢાવાયું, લંડન બ્રેટફોર્ડ કોલેજનો રેકોર્ડ તોડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: નવસારી સ્ટેશન રોડ ખાતે આવેલા ફરસાણની દુકાનના માલિકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી મોટો અને વધુ વજન ધરાવતુ સમોસુ બનાવી શ્રીજીને પ્રસાદન ચઢાવવામાં આવ્યો છે. આ સમોસુ અત્યારસુધીનું સૌથી વધારો વજન ધરાવતો સમોસુ છે અને તેને નવસારીના હિરામેન્શન ખાતે આવેલા જૂના ગણેશ મંડળમાં બાપાને ચઢાવાયો છે.

ભક્તો દર વર્ષે બાપાને પ્રસન્ન કરવા કઈને કઈ અનોખુ કાર્ય

નવસારીમાં ગણપતિબાપાના ભક્તો દર વર્ષે બાપાને પ્રસન્ન કરવા કઈને કઈ અનોખુ કાર્ય કરતા હોય છે. આ વર્ષે પણ એક એવી અનોખી વસ્તુ નિહાળવા મળી રહી છે. સ્ટેશન રોડ ખાતે આવેલી ખાણીપીણીની દુકાનના માલિક લક્ષ્મીકાંત પાંડે અને સુરેશભાઈ પાંડેએ તેમની દુકાનમાં શ્રીજીને ચઢાવવા 154.700 કિલોગ્રામ વજન ધરાવતું સમોસુ બનાવ્યું છે. દુકાન માલિક સુરેશ પાંડેના જણાવ્યા મુજબ અત્યાર સુધીનું સૌથી મોટુ સમોસુ બનાવવાનો રેકોર્ડ લંડન બ્રેટફોર્ડ કોલેજ યુકે ખાતે 110.800 કિલોગ્રામનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો. આ રેકોર્ડ નવસારીમાં તૂટી ગયો છે.

આ સમોસુ બનાવવા 12 મજુરોએ જહેમત ઉઠાવ્યું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2011થી બાપાને આ પ્રકારના સમોસુ ચઢાતા આવ્યા છે. આ સમોસુ બનાવવા 12 મજુરોએ જહેમત ઉઠાવી હતી. આ સમોસુ બનાવતા છ જેટલીવાર તૂટી ગયા બાદ 7મી વાર તેને સફળતા મળી હતી. આ સમોસુ બનાવવા 80 કિલો મેદો અને 27 ડબ્બા તેલનો ઉપયોગ કરાયો હતો. આ સમોસુ બનાવવામાં કુલ 50 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે. રવિવારે સાંજે આ સમોસુ હિરામેન્શન ખાતે આવેલા ગણેશ મંડળમાં શ્રીજીને ચઢાવાયું હતું. આ સમોસુ જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો