નવસારી પાસે વિરાવળથી 9 જુગારીયા ઝડપાયા, 4 લાખનો મુદ્દામાલ કબ્જે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
 
નવસારી: નવસારી એલસીબીએ વિરાવળ ગામની હદમાં ફળ મહોલ્લા નજીક શ્રાવણીયો જુગાર રમી રહેલા 9 જણાને રૂ. 3,79,440નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. એલસીબીના હે.કો ઈશ્વરશંકર રામ ચરિત્ર તથા કમલેશ ભાઈને બાતમી મળી હતી વિરાવળ ફળ મહોલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે. એલસીબીની ટીમે રેડ કરતા પોલીસે જુગાર રમી રહેલા 9 જણાંને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યા હતા. રેડ દરમિયાન જયેશ ઢીમ્મર , આશિષ ઉર્ફે આશિયો ઢીમ્મર, જયેશભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, દિવ્યેશ પટેલ, શક્તિભાઈ દેશમુખ, હરીશભાઈ ઢીમ્મર, પ્રકાશભાઈ, રાજેશભાઈ પટેલ રેડ દરમિયાન ઝડપાયા હતા. પોલીસે રોકડા 60,940, રૂ. 2.71 લાખની  10 બાઈક, રૂ. 45600ના મોબાઈલ નંગ 7 તથા રૂ. 1000ની એલઈડી લાઈટ મળી કુલ રૂ. 3,79,440નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જ્યારે કેસમાં સંજય પટેલ નામના યુવાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...