તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોફાનો વચ્ચે પણ અમે કર્યા અમરનાથના દર્શન, નવસારીના 14 યુવકો પરત ફર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાંડીરોડ: અમરનાથની યાત્રાએ ગયેલા નવસારીના 14 યુવાનો બાબા અમરનાથના દર્શન કરી સહીસલામત પરત આવી જતાં પરિવારજનોએ રાહત અનુભવી હતી.પરત આવેલા યુવાનોએ યાત્રાળુઓને હેમખેમ રીતે યાત્રા કરાવવામાં સેનાના જવાનોનો મુખ્ય ફાળો હોવાનું જણાવી તેઓએ સેનાના જવાનોની કામગીરીની ભારે પ્રસંશા કરી હતી. નવસારીના સાંઇગ્રૃપ આયોજિત વૈષ્ણોદેવી-અમરનાથ ચારધામ યાત્રાએ નવસારીના 14 યુવાનો ગયા હતા.1લી જુલાઇએ આ યુવાનોએ નવસારીથી ટેમ્પો ટ્રાવેલરમાં ચારધામ યાત્રા માટે પ્રસ્થાન કર્યુ હતું.
અમરનાથની યાત્રાએ ગયેલા આ 14 યુવાનો પરત ફર્યા
7મી જુલાઇએ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં રમખાણ ફાટી નીકળતા અમરનાથયાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી, જેના કારણે ગુજરાતના હજારો યાત્રાળુઓ ત્યાં ફસાઈ ગયા હતા. નવસારીથી અમરનાથની યાત્રાએ ગયેલા આ 14 યુવાનો પૈકીના એરૂ ગામના દિનેશભાઇ આહિરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે અનંતનાગમાં જે સમયે હિંસા ફાટી નીકળી તેના બે કલાક અગાઉ જ અનંતનાગથી અમે રવાના થઇને પહેલગાંવ તરફ નીકળી ગયા હતા.
રમખાણના કારણે યાત્રાળુઓમાં ભારે ભયનો માહોલ
પહેલગાંવ જઇ હોટલમાં રોકાયા હતા. 10મી તારીખે પહેલગાંવથી અમારૂં અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન થયેલું હતું પરંતુ રમખાણના કારણે યાત્રાળુઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. કેટલાક યાત્રાળુઓએ તો ભયના કારણે યાત્રા પણ પડતી મૂકી હતી. જો કે આવા ભયના માહોલ વચ્ચે પણ અમે બાબા અમરનાથમાં અતૂટ શ્રદ્ધા રાખી કોઇપણ ભોગે બાબા અમરનાથના દર્શન કરવાનો નિર્ણય લીધો હતો.10મી જુલાઇએ પહેલગાંવથી અમે અમારી બાબા અમરનાથના દર્શન માટેની યાત્રાની શરૂઆત કરી અને તે વિનાવિઘ્ને પૂર્ણ કરી હતી, ત્યારબાદ અન્ય ધામોની યાત્રા કરી 16 જુલાઇએ અમો સહીસલામત ઘરે આવી પહોંચ્યા હતા.
સેનાના જવાનોનો પૂરતો સાથ અને સહકાર મળ્યો, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો