તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાનાપાડા નજીક કાપડ ભરેલી ટ્રક પલટી, ડ્રાઇવર તથા ક્લીનરને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા: ડાંગ જિલ્લાના સાપુતારા-વઘઈને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગના નાનાપાડા ગામ નજીક કાપડનો જથ્થો ભરી જઈ રહેલી ટ્રક પલટી મારી જતા ઘટનાસ્થળે અકસ્માત સર્જાયો હતો.

ઇજાગ્રસ્તોને સારવાર માટે સાકરપાતળ PHC ખસેડાયા

આ અંગે ઘટનાસ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ આજરોજ કર્ણાટકથી કાપડનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રક સાપુતારા-વઘઈને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગના નાનાપાડા ગામ નજીક ચાલક દ્વારા સ્ટિયરિંગ પરનો અચાનક કાબૂ ગુમાવી દેતા પૂરપાટવેગે માર્ગની સાઈડના ખાડામાં ખાબકી પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ટ્રકચાલક અને ક્લિનરને શરીરના ભાગે નાની મોટી ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની સાકરપાતળ પીએચસી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...