નવસારી: લાલવાણી ખંડણી કેસમાં સા.આફ્રિકાના નઇમ પટેલની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નવસારી એલસીબીની ટીમે નવસારીના જાણીતા ઉદ્યોગપતિ પ્રેમચંદ લાલવાણી પાસેથી 1 કરોડની ખંડણી માંગનાર એનઆરઆઈ મૂળ ભરૂચના નઇમ પટેલને ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

ઉદ્યોગપતિ પ્રેમચંદ લાલવાણી પાસે 1 કરોડની ખંડણી માગી

નવસારીના જાણીતા સિંધી સમાજના અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ પ્રેમચંદ લાલવાણી ઉપર 2જી જાન્યુઆરીએ મોબાઈલ પર રૂ. 1 કરોડની ખંડણી માગી હતી. જો તે નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબતે પ્રેમચંદ લાલવાણીએ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ એલસીબી પીઆઈ ડી.એન. પટેલને આપવામાં આવીહતી.  એ બાદ પણ પ્રેમચંદ લાલવાણી તથા તેમના ભાઈ શંકર લાલવાણી પાસે અઢી-અઢી કરોડની ખંડણીની માંગણી કરાઈ હતી.

1 કરોડની ખંડણી કેસમાં 6 આરોપીઓની ધરપકડ

ગેંગસ્ટર રવિ પુજારીનું નામ પણ બહાર આવ્યું હતું. જેમાં એલસીબીએ એક પછી એક 6 આરોપીને ઝડપી પાડ્યા હતા. જોકે સૌ પ્રથમ 1 કરોડની ખંડણી માંગનાર શખ્સ પોલીસ પકડથી દૂર હતો. ખંડણી પ્રકરણમાં પોલીસે ભરૂચના સઈદ મુસ્તાક પટેલ, નવસારીના યજ્ઞેશ મૈસુરીયા, યામીન યુસુફ પટેલની અટક કરી હતી. તે તમામની પૂછતાછ દરમિયાન મોબાઈલ નંબરના આધારે અગાઉ પકડાયેલા આરોપી યજ્ઞેશ મૈસુરીયાએ આરોપી નઈમ સાદીક પટેલને ખંડણી માંગવા માટે પ્રેમચંદ લાલવાણીનો મોબાઈલ નંબર આપ્યો હતો.
 
(તસવીરો: રાજેશ રાણા)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ધમકી અને રાયોટીંગના ગુનામાં પણ નઈમની સંડોવણી.....
અન્ય સમાચારો પણ છે...