તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાના આરોપીએ નવસારી કોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની પરવાનગી માગી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: છેલ્લા 10 વર્ષથી જેલવાસ ભોગવી રહેલા આરોપીએ નવસારી સેશન્સ કોર્ટના જજને ઈચ્છામૃત્યુની પરવાનગી આપતી લેખિત રજૂઆત કરતા આ બાબત હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આરોપીના 10 વર્ષના સમયગાળામાં જામીન પણ નહીં થતા મામલો વધુ પેચીદો બન્યો છે. આરોપીએ રાજ્યપાલ અને કાયદામંત્રીને આ બાબતે રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.
આરોપીએ ગુજરાતના રાજ્યપાલ અને કાયદામંત્રીને પણ આ બાબતે રજૂઆત
સુરતની મધ્યસ્થ જેલ લાજપોરમાં હાલ આરોપી તરીકે જેલવાસ ભોગવી રહેલા વિજય રાધેશ્યામ અગ્રવાલે નવસારી સેશન્સ કોર્ટ સમક્ષ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતી અરજી દાખલ કરી છે. જેને લઈને નવસારી કોર્ટ સંકુલમાં આ બાબત હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. હત્યાના આરોપસર વિજય અગ્રવાલ જેલવાસ ભોગવી રહ્યો છે. વર્ષ 2007માં તેના સાથીદારને અન્ય શખ્સ સાથે મળીને હત્યા કરવાનો તેના પર આરોપ મુકવામાં આવ્યો હતો. વર્ષ 2007માં તેને કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.
આરોપીને આજદિન સુધી જામીન પણ મળ્યા નથી
એ પછીના 10 વર્ષ વિતવા છતાં તેણે તેના ઘરનો દરવાજો સુદ્ધાં જોયો નથી કારણ કે તેને આજદિન સુધી જામીન પણ મળ્યા નથી. જેના કારણે તેના જીવનથી જેલવાસ ભોગવીને કંટાળી ગયો છે. લેખિત રજૂઆતમાં તેણે પોતાની જિંદગી નર્ક સમાન હોવાનું ગણાવી પોતે વ્યવસ્થિત જીવન જીવી ન શક્યાનો અફસોસ વ્યક્ત કરી ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા અનુરોધ કર્યો છે. 10 વર્ષથી કેસ ચાલ્યો નથી તેવા સંજોગોમાં જીવતા જીવ ઘર પરિવારને મળી શકાશે તેવું લાગતું ન હોવાનું જણાવી ઈચ્છામૃત્યુ આપવા તેણે લેખિત રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે ન્યાયની રાહ જોતો આરોપી ગઈકાલથી આમરણ ઉપવાસ પર ઉતરી ગયાની માહિતી સાંપડી છે.
હાઈકોર્ટમાં આજે જામીન અરજી પર સુનાવણી, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો