વાંસદા તાલુકાના કુરેલિયા ગામે ખાડીના પુલ પરથી મા-દીકરી તણાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા,ઉનાઇ: ધોધમાર વરસાદને લઇ વાંસદા તાલુકાના કુરેલિયા તાડ ફળિયામાં આવેલ ખાડીના પુલ ઉપરથી ત્રણ મહિલાઓ પસાર થતા મહિલાઓ પાણીના પ્રવાહમાં તણાઇ હતી.જોકે એકનો બચાવ થયો હતો, જ્યારે માં અને બે દિકરી પાણીનાં પ્રવાહમાં તણાઇ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
 
મજૂરીથી ફરતી વેળા ખાડીના પુલ પર ત્રણ મહિલા તણાઇ, એકનો બચાવ
 
ઘટના સ્થળની મળતી માહીતી મુજબ વાંસદા તાલુકાનાં કુરેલીયા તાડ ફળિયામાં રહેતી રમણીબેન ગોવાનભાઇ ધો.પટેલ (ઉ.વ.55) રહે.કુરેલીયા તાડ ફળિયા અને પુત્રી રસીલાબેન ચુનીલાલ ધો.પટેલ રહે નાની ભમતી (ઉ.વ.25) અને મુન્નીબેન ધો.પટેલ કલણભાઇ નરોત્તમભાઇનાં ખેતરે મજુરી કામે ગયા હતા એ દરમિયાન સાંજે 5 કલાકે ઘરે પરત ફરતા કુરેલિયા તાડ ફળિયા પાસે આવેલી ખાડીના પુલ ઉપરથી નિકળતા હતા એ દરમિયાન પાણીનો પ્રવાહ વધી જતા ત્રણે માં-દિકરી પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી.
 
ખાડી પાસે ઉભેલા ઇસમે એક દિકરી મુન્નીબેનને બચાવી લીધી હતી.જ્યારે રમણીબેન અને રસીલાબેન પાણીમાં ગરકાવ થતા તણાય ગયા હતા.આ સમાચાર વાયુવેગે ફેલાતા લોક ટોળાઓ ભેગા થયાં હતા અને વાંસદા પોલીસ અને વાંસદા મામલતદાર  ધનગર ટીડીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.પાણીમાં ગરકાવ થયેલી માં-દીકરીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
 
જિલ્લામાં અનેક સ્થળોએ પાણી ભરાયા, જુઓ ખાસ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...