તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીરોડ: 2000થી વધુ થર્મોકોલના ગ્લાસમાંથી ગેટ બનાવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાંડીરોડ: ઐતિહાસિક દાંડી ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે યુવાનો દ્વારા બે હજારથી વધુ થર્મોકોલના ગ્લાસમાંથી આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે.બારેક દિવસની ભારે જહેમત બાદ યુવાનો આ ગેટને આકાર આપવામાં સફળ રહ્યા હતા. ઐતિહાસિક દાંડીના દેસાઇ ફળિયા ગણેશ મંડળના યુવાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.ગણેશ મહોત્સવ નિમિત્તે યુવાનો દ્વારા જાત મહેનત જિંદાબાદની કહેવતને સાર્થક કરી પોતાની ક્રાફ્ટ કારીગીરીથી બહારના કોઇપણ કારીગરની મદદ વિના જાતેજ આકર્ષક નિતનવા ડેકોરેશનો કરવામાં આવે છે.
જલાલપોર તાલુકાના દાંડી ગામે એકાદ મહિના અગાઉથી જ યુવાનો મહેનત કરી સમગ્ર ડેકોરેશન કરે છે
ગણપતિ ઉત્સવની ઉજવણીના એકાદ મહિના અગાઉથી જ યુવાનો દ્વારા ગણેશજીની સ્થાપના માટેનો મંડપ,સ્ટેજ તથા ગેટ જેવા ડેકોરેશનની તૈયારી કરવામાં આવે છે.રાત દિવસની મહેનત બાદ યુવાનો ગણેશ ચતુર્થી સુધીમાં તમામ ડેકોરેશનને આખરી ઓપ આપે છે. આ વર્ષે દેસાઇ ફળિયાના યુવાનો દ્વારા થર્મોકોલના 2128 જેટલા ગ્લાસમાંથી આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે.બારેક દિવસની ભારે જહેમત બાદ આ ગેટને યુવાનોએ આખરી ઓપ આપ્યો હતો. આ ગેટને ભપકાદાર કલરથી સજાવતાં તે આકર્ષણ જમાવી રહ્યો છે.દાંડીરોડને અડીને જ આ ગેટ ઊભો કરવામાં આવ્યો હોવાથી તે દાંડી આવતા સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.દેસાઇ ફળિયાના યુવાનો દ્વારા ગત વર્ષે ચાના 4500 જેટલા ગ્લાસમાંથી 11 ફૂટની લંબાઇ અને સાડા પાંચ ફૂટની ટાઇટેનિક (સ્ટીમર) પણ બનાવવામાં આવી હતી.આ ડેકોરેશનને પણ ગત વર્ષે કાંઠા વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો