તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

8 વર્ષના બાળકે માતાને પંખે લટકેલી જોઇ બૂમાબૂમ કરી, શરીર પર હતા અજીબ નિશાનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નવસારીમાં જમાલપોર ખાતે રહેતી પરિણિતાની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તબક્કે પોલીસે પરિણિતાનો આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકના શરીર પર કેટલાક તીક્ષ્ણ વસ્તુના નિશાનો મળી આવ્યાની ચર્ચા ચાલી રહી છે. એ જોતા પોલીસે તેની હત્યાની આશંકા સાથે તપાસ આરંભી છે. નવસારીને અડીને આવેલા જમાલપોર ગામે સર્વોદયનગર સોસાયટીમાં રહેતા પ્રતિકભાઈ જીતેન્દ્ર દેસાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની શીતલ અને એક દીકરો છે. તેમના માતાપિતા આમરી રહે છે.
 
પોલીસે હાલ આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો
 
આજે બપોરના 3 કલાકની આસપાસ પ્રતિકના પત્ની શીતલબેન દેસાઈ (ઉ.વ. 37)ની ઘરના ગ્રાઉન્ડ ફલોર પરના બેડરૂમમાં લેપટોપના વાયર પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી  હતી. મળતી માહિતી મુજબ મૃતકનો અંદાજિત આઠેક વર્ષનો દીકરો જ્યારે બેડરૂમ પાસે ગયો  ત્યારે તેની માતાને મૃત હાલતમાં જોતા બૂમાબૂમ કરી બધાને જાણ કરી હતી. આથી પાડોશીઓ ધસી આવ્યા હતા.  આ ઘટનાની જાણ મૃતકના પતિને થતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તેમણે ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી. આ ઘટનાને પગલે ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે ધસી ગઈ હતી.

એફએસએલને જાણ કરતા એફએસએલની ટીમે પણ તપાસ શરૂ કરી હતી. મૃતકના પ્રતિક દેસાઈએ ગ્રામ્ય પોલીસને પોતાની પત્નીએ આપઘાત કર્યાની કરી હતી. જેથી પોલીસે તેની નોંધ લઈ આગળની તપાસ પીઆઈ આર.એસ.ડોડીયાએ હાથ ધરી છે. પોલીસે ઘટનાની વધુ તપાસ અર્થે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પતિ આઈસ્ક્રીમ પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મૃતકના શરીર પર તીક્ષ્ણ વસ્તુથી ઘા કરાયા હોવાની ચર્ચાને લઈ ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા જ અછોડો તૂટ્યો હતો| સર્વોદયનગરમાં સાતેક દિવસ પહેલા જ વૃદ્ધા પાસે બે અજાણ્યાએ આવીને પાણીની માગણી કરી હતી. વૃદ્ધા પાણી લઈને આવતાની સાથે જ બે પૈકી એક યુવાને તેમના ગળામાં પહેરેલો અછોડો તોડી લઈ ફરાર થઈ ગયા હતા.
 
હત્યાની દિશામાં તપાસ શરૂ કરાઈ

શીતલ દેસાઈના મૃતદેહ પર તીક્ષ્ણ વસ્તુના ઘા જોતા પોલીસે તેના હત્યા થઈ હોવાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પાછળથી જો કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ કે પુરાવા મળી આવશે તો તે પ્રમાણે કાર્યવાહી કરાશે. ઘરમાં ચોરી થયાનું હાલ જણાયું નથી. હાલ પોલીસે આ કેસમાં આપઘાતનો ગુનો નોંધ્યો છે. - આર.એસ. ડોડીયા, પીઆઈ, ગ્રામ્ય પોલીસ
 
( તસવીર - રાજેશ રાણા )
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...