તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમરોલી ગામના ખેતરમાંથી દીપડીનું બચ્ચું મળી આવ્યું, બચવા થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી: ચીખલી નજીકના સમરોલી ગામના વાડી ફળિયામાં તારની વાડમાં ફસાયેલ દીપડીનું બચ્ચુને સ્થાનિક આગેવાનોએ સતકર્તા દાખવી ઉગારી લીધું હતું. સમરોલી ગામના વાડી ફળિયાના ખેડૂત નાનુભાઇ ભાણાભાઇ પટેલ રવિવારની સવારે વાયરલેસ પાસેના તેમના ખેતરમાં જતા આ દરમિયાન તારની વાડમાં દીપડીનું બચ્ચું ફસાયેલ જોવા મળ્યું હતું.
 
જે અંગેની જાણ સમરોલી ગામના ભાજપ અગ્રણી દિપકભાઇ પટેલે વનવિભાગને કરતા ચીખલી રેંજનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી આવી સ્થાનિકોની મદદથી તારની વાડમાં ફસાયેલ દીપડીનું બચ્ચુને ઉગારી લઇ કબજો લીધો હતો. આ બચ્ચુ માદા અને 5-6 મહિનાનું હોવાનું જાણવા મળ્યું હતું. વનવિભાગ દ્વારા દીપડીનાં બચ્ચાને વેટરનીટી પાસે સારવાર કરાવી હતી.વધુમાં દિપકભાઇ સહિતના આગેવાનો દ્વારા આ વિસ્તારમાં પાંજરુ ગોઠવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...