તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપુતારા: ચોમાસાની છેલ્લી બેટિંગમાં ખીલી ઉઠ્યો ગીરાધોધ, સહેલાણીઓ ઉમટ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના સિંગાણા નજીક આવેલા ગીરમાળનો ગીરાધોધ હાલમાં ચોમાસાની છેલ્લી બેટિંગ દરમિયાન પાણીના પ્રવાહ સાથે ચેતનવંત બની સોળે કળાએ ખીલી ઉઠતા અહીં આવતા પ્રવાસીઓ માટે નયનરમ્ય બની ગયો છે. ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય આમેય ભારતભરમાં વખણાય છે. અહીંનું શબરીધામ, માયાદેવીની ગુફા, સાલેરમુલેર, અંબિકા નદીનો નયનરમ્ય ગીરાધોધ, વઘઈનું બોટાનિકલ ગાર્ડન, મહાલ કેમ્પ સાઈટ, કિલાદ કેમ્પ સાઈટ, દેવીનામાળ કેમ્પ સાઈટ, પાંડવગુફા, ડોન અને અંજની પર્વત સહિત અનેક જોવાલાયક સ્થળોને નીરખીને પ્રવાસીઓ સ્તબ્ધ બની જતા હોય છે.
ગીરા નદીમાં પાણીની આવક થતા ગીરમાળનો ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના સુબીર તાલુકાના સિંગાણા નજીક આવેલા ગીરા નદી પરનો ગીરમાળનો ગીરાધોધ જે ડાંગનો સૌથી મોટો ધોધ ઉપરાંત સૌથી ઉંચો અને નયનરમ્ય ધોધ તરીકે સુપ્રસિદ્ધ છે. હાલમાં ત્રણ ચાર દિવસથી પડી રહેલા વરસાદને પગલે ગીરા નદીમાં પાણીની આવકમાં વધારો થતા આ નદી ઉપર આવેલા ગીરમાળનો ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. આ ધોધને નિહાળવા શનિ-રવિની રજામાં ગુજરાતભરના પ્રવાસીઓ ઉમટી પડે છે. હાલમાં ગીરાધોધ અદભૂત બની પ્રવાસીઓ માટે આકર્ષણની સાથે નયનરમ્ય બની ગયો છે.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...