તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગડત: COઅે બદલીના રોજ ચૂપચાપ કોન્ટ્રાકટરને પેમેન્ટ કરી દીધું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગડત: ગણદેવી નગરપાલિકાના વડાતળાવ બ્યુટીફિકેશનના કામે કોન્ટ્રાકટરને આપવામાં આવેલો ચેક 15મી જુલાઈએ આપવામાં આવ્યો હતો. એ જ દિવસે પાલિકા દ્વારા બેંકને આ ચેક માટે સ્ટોપ પેમેન્ટની જાણ કરતા બેંકે સ્ટોપ પેમેન્ટ કર્યું પણ સમગ્ર ઘટનામાં ગણદેવીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. મળતી માહિતી મુજબ ગણદેવી નગરપાલિકાએ મોટાપાયે વડા તળાવના બ્યુટીફિકેશનનું કામ હાથ ઉપર લીધુ છે. આ કામ કોન્ટ્રાકટરને થયેલા કામના નાણાં ચૂકવવાની પ્રક્રિયા ચાલુ હતી.
સત્તાધીશોને જાણ થતાં સ્ટોપ પેમેન્ટ કરાવ્યું
એ દરમિયાન પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષને વિશ્વાસમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર ચાંડપ્પાએ પાલિકાના હિસાબનીશ પાસેથી તેમની અધિકારી તરીકેનો રૂઆબ દેખાડી પાલિકાનો સ્ટેટ બેંક ગણદેવીનો ચેક નં. 765239 11મી જુલાઈ રૂ. 31,90,716 લખાવ્યો અને પદાધિકારીઓને જાણ કરી તેઓના હુકમથી મંજૂર ચેક કોન્ટ્રાકટરને સહી કરી આપ્યો હતો.
ગણદેવી પાલિકાના ચીફ ઓફિસર ચાંડપ્પાની બદલી થઈ હતી અને 15મી જુલાઈ શુક્રવારે ચીફ ઓફિસરે પાલિકાના ચાર્જ છોડવાનો થતો હતો એવા સમયે ચીફ ઓફિસરને પાલિકાનો રૂ. 31 લાખનો ચેક કોન્ટ્રાકટરને ચૂપકીદીથી આપી દીધો હતો. આ ઘટનાની જાણ ગણદેવી નગરપાલિકાના પદાધિકારીઓ અને હિસાબનીશને થતા જ આ ચેક માટે સ્ટોપ પેમેન્ટના હુકમ છૂટ્યા અને ચેકનું પેમેન્ટ સ્થગિત કરાવી દેવાયું હતું. ચીફ ઓફિસરની બાજી ઉંધી વળી ગઈ પણ આ પ્રકરણમાં પાલિકા સત્તાધીશોમાંથી કોઈક સંકળાયેલ હોવાનું પણ લોકો માને છે.
સીઓની કાર્યશૈલી વાંધાજનક લાગી

ત્રણ ચીફ ઓફિસરે અમારી સૂચના વિરૂદ્ધ ઉપરવટ જઈ ફરજ ઉપરના અંતિમ દિવસે ચેક લખાવી પોતાના કબજામાં રાખી તળાવના કામના કોન્ટ્રાકટરને સુપરત કરી દેવાતા તેઓની કાર્યશૈલી વાંધાજનક લાગી અને ચીફ ઓફિસરના ઈરાદા ઉપર શંકા જતા ઉપપ્રમુખ ગોપાળભાઈ, કારોબારી અધ્યક્ષ રમણભાઈ અને મુનાફભાઈ માસ્તર સાથે ચર્ચા કરી હિસાબનીશ દ્વારા અમોએ આ ચેકનું સ્ટોપ પેમેન્ટ કર્યું છે. - આશાબેન ટેલર, પ્રમુખ, ગણદેવી પાલિકા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો