તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું નહી પડે, 28 પ્રકારના દાખલા હવે ઓનલાઇન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુકેરી: રાજ્ય સરકારે ગત 1લી એપ્રિલથી એટીવીટીના દાખલા સહિત કુલ 28 સેવાને ઓનલાઈન કરી છતાં અરજદારો વિવિધ પ્રકારના દાખલા માટે એટીવીટી સેન્ટર પર રોજરોજ લાંબી લાઈનમાં ઉભા રહે છે. આ માટે અરજદારો જવાબદાર નથી પરંતુ ઓનલાઈન દાખલા મેળવવામાં કેટલીક મુશ્કેલીઓ અને ઓનલાઈન થવા બાબતે તંત્ર નાગરિકોને જાગૃત ન કરી શકતા અરજદારો કચેરીએ આવી રહ્યા છે.

દાખલા કઢાવવા માટે સરકારી કચેરીના ધક્કા હવે બંધ થશે

જે પ્રમાણે અરજદારોની સંખ્યા છે તે જોતા અરજદારો સાથે કર્મચારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે અને ઓનલાઈન કર્યાનો કોઈ ફાયદો મળતો નથી. રાજ્યભરના અરજદારોને અગાઉ અલગ અલગ કચેરીના ધક્કામાંથી મુક્તિ આપવા શરૂ કરવામાં આવેલા આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો પણ હવે ફરીથી ધક્કા જેવો સાબિત થઈ ગયો છે. ક્રિમિલિયરનો દાખલો, આવકનો દાખલ અને ડોમેસાઈન સર્ટિ. સહિત દાખલા માટે એટીવીટી સેન્ટરો પર સવારથી જ લાઈન લાગી જાય છે. આમ છતાં સંખ્યાબંધ અરજદારો કામ પતાવ્યા વિના પરત જાય છે.

કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની સમસ્યાથી પણ મુક્તિ

આ સમસ્યાને લઈ રાજ્ય સરકારે 1લી એપ્રિલથી એટીવીટીના દાખલ સહિત 28 સેવાને ઓનલાઈન કરી દીધી છે. હવે જ્યારે ડિજીટલ ગુજરાત હેઠળની આ સેવાને ઓનલાઈન કર્યા બાદ તેનો ઉપયોગ નહીંવત થઈ રહ્યો છે. તાલુકામાં ગણ્યાગાંઠ્યા અરજદારોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અરજદારોને લાઈનમાં ઉભા રહેવું નથી પરંતુ આજે પણ અનેક અરજદારોને આ બાબતની જાણ નથી, કેમ કે વહીવટીતંત્ર દ્વારા કેટલાક પોસ્ટરો છપાવ્યા બાદ કોઈ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા નથી. જે લોકો જાણે છે તેમને ઓનલાઈનમાં કેટલીક મુશ્કેલી પડતી હોવાથી રજિસ્ટ્રેશન કરાવયા નથી એટલે કે સુવિધા છતાં એટીવીટી સેન્ટરો પર વારંવાર લાઈનો રોજરોજ જોવા મળે છે.
આગળની સ્લાઇડમાં વાંચો, આ તમામ કામો હવે ઓનલાઈન થઇ શકશે.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો